Home /News /madhya-gujarat /

JKMMના કરોડોના કૌંભાડનો આરોપી રાજુ મેવાડા ઝડપાયો

અમદાવાદઃ વિવિધ ડ્રો સ્કીમના નામે રાજયભરમાં 200થી વધુ ઓફિસો ખોલીને કરોડો રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી આચરનારા રાજુ મેવાડાની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે.હજારો લોકો પાસેથી જય ખોડીયાર મિત્ર મંડળના નામે રાજુ મેવાડા તેમજ અન્ય સાથીદારોએ કરોડો રૂપિયા ઉઘરાવી ચાંઉ કરી ગયા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદઃ વિવિધ ડ્રો સ્કીમના નામે રાજયભરમાં 200થી વધુ ઓફિસો ખોલીને કરોડો રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી આચરનારા રાજુ મેવાડાની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે.હજારો લોકો પાસેથી જય ખોડીયાર મિત્ર મંડળના નામે રાજુ મેવાડા તેમજ અન્ય સાથીદારોએ કરોડો રૂપિયા ઉઘરાવી ચાંઉ કરી ગયા છે.

જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં સીઆઈડી ક્રાઈમ ખાતે રાજુ મેવાડા સહિતના શખસો સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી.રાજયવ્યાપી કૌભાંડની સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી અમદાવાદમાં અને તે પછી રાજયભરમાં આવેલી ઓફિસો પર દરોડા પાડી મહત્વના દસ્તાવેજો-પૂરાવા કબ્જે લીધા હતા.રાજુ મેવાડાની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દેતા સીઆઈડી ક્રાઈમ માટે રાજુની ધરપકડનો માર્ગ મોકળ્યો થતા રાજુ મેવાડાની ધરપકડ કરવામાં આવી છે.

રાજુ મેવાડાની પુછપરછ હાથ ધરી સીઆઈડી ક્રાઈમના તપાસ અધિકારીએ અન્ય આરોપીઓની સંડોવણીના પૂરાવા મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.ઠગ રાજુ મેવાડાને આવતીકાલે અદાલતમાં રજૂ કરી સીઆઈડી ક્રાઈમના તપાસ અધિકારી જે.ડી.પુરોહિત રિમાન્ડ માંગશે.
First published:

Tags: અમદાવાદ, કૌભાંડ, ક્રાઇમ, ગુનો, જય ખોડિયાર મિત્ર મંડળ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन