'આફતના સમયમાં આખો દેશ એક, ત્યારે કોંગ્રેસ જનસેવાને બદલે માત્ર રાજકીય નીવેદનો કરે તે નિંદનીય'


Updated: April 11, 2020, 7:54 PM IST
'આફતના સમયમાં આખો દેશ એક, ત્યારે કોંગ્રેસ જનસેવાને બદલે માત્ર રાજકીય નીવેદનો કરે તે નિંદનીય'
જીતુ વાઘાણી

ગુજરાત ભાજપાના અંદાજે ૭૫૦૦૦ જેટલાં કાર્યકરો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨ કરોડ જેટલી રકમનું અનુદાન પી.એમ.કેર્સ ફંડમાં કરવામાં આવ્યું

  • Share this:
કોરોના સામેની લડાઈમાં આખો દેશ એક થઇ મજબૂતીથી આગળ વધી રહ્યો છે. આપણા સૌના હિત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરેલાં ૨૧ દિવસના લોકડાઉનનું સમગ્ર દેશના લોકો પાલન કરી રહ્યા છે.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ લોકડાઉનના કપરા સમયમાં લોકોને ઓછાંમાં ઓછી મુશ્કેલી પડે તે માટે શ્રેણીબદ્ધ પગલાંઓ લેવાઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહીત અનેક સામાજીક-સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ અનેકવિધ સેવાકાર્યો થઇ રહ્યાં છે.પ્રદેશ ભાજપ પણ આ સેવાના ભગીરથ કાર્યમાં લાગેલું છે.

આ મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારની સાથે સાથે ભાજપા સંગઠન પણ ખભેથી ખભો મિલાવી આફતની આ ઘડીમાં જનસેવામાં કાર્યરત છે.ગુજરાતમાં ભાજપાના કુલ ૩૦,૦૦૦ જેટલાં કાર્યકરો-આગેવાનો જુદાજુદા વિસ્તારોમાં સેવાકાર્યમાં જોડાયેલા છે. અત્યાર સુધીમાં કુલ ૪,૭૫,૦૦૦ લોકોને ભોજન તથા ૫૭૦૦૦ જેટલાં લોકોને રાશનકીટ પહોંચાડવામાં આવી છે. ગુજરાત ભાજપાના અંદાજે ૭૫૦૦૦ જેટલાં કાર્યકરો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨ કરોડ જેટલી રકમનું અનુદાન પી.એમ.કેર્સ ફંડમાં કરવામાં આવ્યું છે.

કાર્યકરો દ્વારા કેન્દ્ર સરકારની કોરોના સામેની જાગૃતતા માટેની ‘આરોગ્ય સેવા સેતુ’ મોબાઈલ એપ્લીકેશનનું પણ વધુને વધુ લોકો ડાઉનલોડ કરે તેવાં પ્રયત્નો થઇ રહ્યા છે.કોરોના સામેની લડાઈમાં પોતાના જીવના જોખમે આપણી રક્ષા માટે કાર્યરત એવા યોધ્ધાઓ જેવાં કે, ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ, મિડીયાકર્મીઓ, આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કામદારો વેગેરે પ્રત્યે આભાર પ્રગટ કરતો ધન્યવાદ ઠરાવ પણ ભાજપા ના કાર્યકરો દ્વારા મોકલવામાં આવી રહ્યા છે.

જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આફતના આ સમયમાં આખો દેશ એક બનીને લડી રહ્યો છે ત્યારે પક્ષા-પક્ષીથી ઉપર ઉઠીને જનસેવા કરવાને બદલે કોંગ્રેસના લોકો માત્ર રાજકીય નિવેદનબાજી કરે છે તે નિંદનીય છે.

આજે જ્યારે અમદાવાદ અને ગુજરાતના અમુક વિસ્તારોમાં આરોગ્યકર્મીઓ તથા સેવાકર્મીઓ પર હુમલાઓ થઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ પોતાની મતબેંકની ચિંતા છોડી અન્ય સમાજના લોકોની પણ ચિંતા કરી આ હુમલાઓ બંધ થાય તે માટેની અપીલ કરવા બહાર આવવું જોઈએ તેને બદલે છાશવારે મીડીયામાં આવીને નિવેદનબાજી કરતા કોંગ્રેસના નેતાઓ હજુ સુધી શા માટે શાંતિની અપીલ નથી કરતા ? ઔપચારીકતા કરવાને બદલે કોંગ્રેસના નેતાઓ જેને પોતાની જાગીર સમજે છે, જેને પોતાની વોટબેંક સમજે છે તેને સમજાવી આ મહામારીના સમયે અન્ય સમાજોની પણ ચિંતા કરે અને આ સમુદાય આરોગ્યસેવાકર્મીઓને તેમજ તંત્રને સાથ આપે તેવી અપીલ કરવા બહાર આવે.
First published: April 11, 2020, 7:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading