જીતુ વાઘાણીએ સમગ્ર રાજ્યના વહીવટી તંત્રનો આભાર માની ધન્યવાદ પત્ર એનાયત કર્યા


Updated: April 10, 2020, 9:23 PM IST
જીતુ વાઘાણીએ સમગ્ર રાજ્યના વહીવટી તંત્રનો આભાર માની ધન્યવાદ પત્ર એનાયત કર્યા
જીતુ વાઘાણીએ સમગ્ર રાજ્યના વહીવટી તંત્રનો આભાર માની ધન્યવાદ પત્ર એનાયત કર્યા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગરના કલેકટર, ડીડીઓ, કમિશ્નર, જિલ્લા પોલીસ અધિકારી તથા વહીવટી તંત્રની ટીમને રૂબરૂ મળી ધન્યવાદ પત્ર એનાયત કર્યા

  • Share this:
અમદાવાદ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગર ખાતે ભાવનગરના કલેકટર, ડીડીઓ, કમિશ્નર, જિલ્લા પોલીસ અધિકારી તથા વહીવટી તંત્રની ટીમને રૂબરૂ મળી, તેઓ જ્યારે કોરોના સામેની લડાઈમાં આપણા સૌ માટે પોતાના જીવના જોખમે એક યોદ્ધા બનીને લડી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપા તથા જનતા વતી તેમનો તથા સમગ્ર રાજ્યના વહીવટી તંત્રનો આભાર માની ધન્યવાદ પત્ર એનાયત કર્યા હતા.

જીતુ વાઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 'પંચાગ્રહ' ની અપીલ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડા દ્વારા સુચવ્યા મુજબ પોતાના બુથના 40 લોકોની સહી સાથેનો ધન્યવાદ પત્ર તેમજ તેમના વિધાનસભા વિસ્તારના તમામ આઠ વોર્ડમાંથી લોકોની સહી સાથેના ધન્યવાદ પત્ર એકત્ર કરી પ્રતિકાત્મક રૂપે જિલ્લા વહીવટી તંત્રને સુપ્રત કર્યા હતા.

આ પણ વાંચો - કોરોનાના સંકટમાં લોકોની માનસિક શાંતિ માટે GTUનો શાસ્ત્રીય સંગીતનો નવતર પ્રયોગ

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આહ્વાન પર સમગ્ર દેશ વિશ્વવ્યાપી નોવેલ કોરોના વાયરસની મહામારી સામે એકજુથ થઈ લડી રહ્યો છે. દેશના નાગરિકો પુરી ઈમાનદારી સાથે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સૂચવ્યા મુજબ ભાજપાનો દરેક કાર્યકર્તા સોશિયલ distance જાળવીને બુથમાં 40 ઘરોનો સંપર્ક કરે અને કોરોના સામે લડતાં અગ્રીમ હરોળના યોદ્ધાઓ પોલીસ, સફાઈ કર્મચારી, સરકારી કર્મચારીઓ, ડોક્ટર - નર્સ, બેંક - પોસ્ટ ઓફીસનાં કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવા 5 ધન્યવાદ પત્રો લખાવે અને તેમની સહી મેળવે.

ગુજરાતભરના વહીવટી તંત્રનો આભાર માનતા અંતમાં વાઘાણીએ જણાવ્યું હતું કે,સંકટની આ ઘડીમાં આપ બધા જ કોરોના વોરિયર્સ (યોદ્ધા) માનવજાતની રક્ષા માટેની લડાઈમાં પ્રથમ હરોળમાં ઉભા છે, ત્યારે આપના સાહસ, નિ:સ્વાર્થ સેવા અને દ્રઢ સંકલ્પથી આપણો વિજય નિશ્ચિત છે. અમે સૌ આપના આ યોગદાન, સાહસ અને સેવા માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ. આપની કર્તવ્ય પરાયણતા અને નિષ્ઠાની સામે નતમસ્તક છીએ.
First published: April 10, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading