કૉંગ્રેસ દિવા સ્વપ્ન જોવાનું બંધ કરે, અમે લોકહિતની રાજનીતિ કરીએ છીએ: જીતુ વાઘાણી

News18 Gujarati
Updated: September 21, 2019, 4:16 PM IST
કૉંગ્રેસ દિવા સ્વપ્ન જોવાનું બંધ કરે, અમે લોકહિતની રાજનીતિ કરીએ છીએ: જીતુ વાઘાણી
જીતુ વાધાણી (ફાઇલ તસવીર)

કેન્દ્રીય ચૂંટણી પંચે ( Election Commission of India) ગુજરાતની (Gujarat) ચાર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની (Bypoll Election) તારીખો જાહેર થઇ છે.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : કેન્દ્રીય ચૂંટણી પંચે ( Election Commission of India) ગુજરાતની (Gujarat) ચાર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની (Bypoll Election) તારીખો જાહેર થઇ છે. જે પ્રમાણે આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી છે. જેમાંથી હાલ ચૂંટણી પંચે ચાર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ અંગે ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે ન્યૂઝ18 ગુજરાતીની ખાસ વાતચીત થઇ છે.

'બીજેપીએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે'

જીતુ વાઘાણીએ કહ્યું કે, 'ચૂંટણી પંચનાં આ નિર્ણયને આવકારું છું. ભાંગેલી તૂટેલી કૉંગ્રેસ જેમને ત્રણ મહિના સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ પણ મળ્યાં ન હતા. તેવી કૉંગ્રેસ હાલ અત્યારે લોકોનાં મનમાં તો નથી પરંતુ મેદાનમાં પણ નથી. આ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. કોંગ્રેસ આમ તો ઘણી જ પાછળ છે અને આમાં પણ પાછળ જ છે. ગુજરાતમાંથી કૉંગ્રેસ જ્યારે ફેંકાઇ ગઇ છે ત્યારે આ ભાજપની જીત તે લોકોની જીત થશે.'

આ પણ વાંચો : પેટાચૂંટણી વિશે અલ્પેશે કહ્યું,'ગમે ત્યારે ચૂંટણી યોજાય, અમે તૈયાર છીએ'

'બધા કમળ જોઇને જ મત આપે છે'

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પેટાચૂંટણીમાં કેવા ઉમેદવારોને લેવામાં આવશે આયાતી ઉમેદવારોને લેવામાં આવશે. તો પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનાં નિર્ણયોને દરેક ભાજપનાં સભ્યને માથે ચઢાવ્યાં છે. માણસો તો કમળ જોઇને જ મત આપે છે. પછી તેની પર કોઇપણ ઉમેદવાર ઉભો હોય. ભાજપનાં કાર્યકર્તાઓ ભાજપનું નિસાન મહત્વનું માને છે. કમળ એક વિચાર છે. ગુજરાતની જનતા અમને આશીર્વાદ આપશે.'કૉંગ્રેસ દિવા સ્વપ્ન જોવાનું બંધ કરે'

તેમણે આગળ જણાવ્યું કે, 'કૉંગ્રેસ દિવા સ્વપ્ન જોવાનું બંધ કરે. અમે હંમેશા દેશહીતની રાજનીતિ કરીએ છીએ જ્યારે કૉંગ્રેસ દેશને ભડકાવીને રાજનીતિ કરે છે. ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો પર જીતશે તેવો મને વિશ્વાસ છે.'

ચાર બેેઠક પર ચૂંટણી યોજાશે

ગુજરાતમાં સાત બેઠક ખાલી પડી છે. જેમાં ચાર બેઠક પર મતદાન યોજાશે. હાલ એવી બેઠક પર મતદાન યોજાશે જે બેઠક પરથી ધારાસભ્ય ચૂંટણી લડીને સાંસદ બન્યા છે. જે પ્રમાણે લુણાવાડા, અરમાઇવાડી, ખેરાલુ અને થરાદ બેઠક પર ચૂંટણી યોજાશે.
First published: September 21, 2019
વધુ વાંચો
अगली ख़बर