ડીસામાં પ્રેમની કિંમત યુવકે જીવ આપીને ચુંકવવી પડી!

News18 Gujarati | News18 Gujarati
Updated: June 1, 2017, 4:20 PM IST
ડીસામાં પ્રેમની કિંમત યુવકે જીવ આપીને ચુંકવવી પડી!
બનાસકાંઠા ડીસામાં એક જીમ ટ્રેનરને પ્રેમની કિંમત તેનો જીવ આપીને ચૂકવવી પડી છે અને ત્યારબાદ અત્યારે તેનો પરિવાર વિલાપ કરતો થઇ ગયો છે.કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે પરંતુ આ બધા કિસ્સા મોટાભાગે કિતાબોમાં જોવા મળતા હોય છે પરંતુ ઘણીવાર હકીકતમાં પણ આવા કિસ્સા સામે આવતા હોય છે.અને આ પ્રેમ કહાનીનો અંજામ પણ એકદમ કરુણ આવતો હોય છે.

  • Share this:

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સાડા ત્રણ માસ અગાઉ જિમ ટ્રેનર દિલીપ બારોટે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યા હોવાના કારણે પોલીસે પણ અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ સાડા ત્રણ માસ બાદ આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મૃતક ના પરિવાર જનોને આ મામલે શંકા થતા તેની ઊંડી તપાસ કરતા આ આત્મહત્યા પાછળ એક યુવતી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેના પિતા શંભુભાઇ બારોટએ વધુ છાનબીન કરતા તેમના પુત્રના જીમખાનમાં કસરત માટે આવતી માયા ઉર્ફે માહી ઠક્કર નામની પરિણીતાએ મૃતક જીમટ્રેનર દિલીપ બારોટને તેની પ્રેમજાળમાં ફસાવ્યો હોવાનું માલુમ પડ્યું હતું.

એટલુંજ નહીં પરંતુ પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી હતું. અને મૃતક પાસેથી પાંચથી છ લાખ રૂપિયા પડાવ્યા બાદ પણ તેનું બ્લેકમેલ કરવાનું ચાલુ રાખતા આખરે કંટાળેલા જીમટ્રેનરે આત્મહત્યા કરી હોવાનું રહસ્ય બહાર આવ્યું હતું. જેથી મૃતકના પિતાએ ડીસા દક્ષિણ પોલીસ મથકે આ બ્લેકમેઈલ કરનાર દંપતી સામે ફરિયાદ નોંધાવી છે.

જીમટ્રેનરના પિતાએ તેમના પુત્રએ કરેલી આત્મહત્યા પાછળનું કારણ માયા ઠક્કરને તેનો પતિ વિનોદ ઠક્કર હોવાનું જણાવતા પોલીસે પણ બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતક યુવકના પિતાના જણાવ્યાનુસાર તેના પુત્રની આત્મહત્યા પાછળ અન્ય કોઈ નહિ પરંતુ તેની પ્રેમિકા જ જવાબદાર છે અને પોલીસે પણ આ ઘટનામાં ઊંડી તપાસ શરુ કરી દીધી છે હવે સત્ય શું છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે પરંતુ જો મૃતક યુવકના પિતાએ કરેલા આક્ષેપો સાચા હોય તો આ ઘટના સાચા પ્રેમ પર કલંક લગાવનારી ઘટના કહેવાય.

First published: June 1, 2017, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading