વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવાનામાં રાજ્ય સરકાર રાજકીય કિન્નાખોરી રાખતી હોવાનો મેવાણીનો આક્ષેપ

વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવાનામાં રાજ્ય સરકાર રાજકીય કિન્નાખોરી રાખતી હોવાનો મેવાણીનો આક્ષેપ
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો આરોપ, મારી સાથે રાજકીય કિન્નાખોરી રાખી We The People ચેરીટેબલ ટ્રસ્ટનું એકાઉન્ટ ફ્રીઝ કરાયું

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો આરોપ, મારી સાથે રાજકીય કિન્નાખોરી રાખી We The People ચેરીટેબલ ટ્રસ્ટનું એકાઉન્ટ ફ્રીઝ કરાયું

  • Share this:
અમદાવાદ : કોરોનાનું સંક્રમણ હવે ગ્રામ્ય વિસ્તાર તરફ આગળ વધ્યું છે ત્યારે વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવાના માટે મદદ કરનાર we the people ચેરીટેબલ ટ્રસ્ટને ટાર્ગેટ કરી તેનું એકાઉન્ટ ફ્રીઝ કરાયાનો આક્ષેપ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કર્યો છે. મારી સાથે રાજકીય કિન્નાખોરી રાખી આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આરોપ જીગ્નેશ મેવાણીએ લગાવ્યો છે. એટલું જ નહીં એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે ચેરિટી કમિશનરના ઓર્ડર સામે હાઇકોર્ટ અને જરૂર પડે સુપ્રીમમાં જવાની પણ તૈયારી બતાવી છે.

વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવાના મામલામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર રાજકીય કિન્નાખોરી રાખતી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે મારા મતવિસ્તારમાં એક પણ નાગરિકનું ઓક્સિજનના અભાવે મોત ના થાય એટલે જાહેર જનતા સમક્ષ ડબ્બો લઈ હાથ જોડી ફાળો ભેગો કરવાનું ચાલુ કર્યું. સામાજિક સંસ્થાઓ, બોલિવૂડના કલાકારો પ્રકાશ રાજ, સ્વરા ભાસ્કર, અનુરાગ કશ્યપ જેવા લોકોએ મારા અભિયાનને આગળ ધપાવી. જેમનો ફાળો આવતો થયો. We the પીપલ ચેરીટેબલ ટ્રસ્ટના અધાર પુરાવા ચકાસ્યા બાદ તેનું રજિસ્ટ્રેશન કર્યું હતું. ફંડ ફાળો આવતો થાય માટે આ ચેરીટી કમિશનરે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કાયદેસરનું ખાતું ખોલ્યું હતું અને અચાનક કોઈ માણસની અરજીથી ખાતું ફ્રીજ કરી દીધું છે.આ પણ વાંચો - અમદાવાદ : કિશોરીનો કપડાં બદલતો વીડિયો વાયરલ કરનાર ઝડપાયો, જાણો કોણ છે આ યુવક અને કેમ કરી આવી હરકત?

મેવાણીએ કહ્યું હતું કે કોઈ સંસ્થા, કોઈ એનજીઓ, કોઈ ફાઉન્ડેશન જીગ્નેશ મેવાણીને કેમ મદદ કરે છે. તેના મતવિસ્તારમાં પ્લાન્ટ કેમ બનવો જોઈએ. રૂપાણી સાહેબને સવાલ પૂછવા માંગુ છે કે આ સમય રાજકીય મતભેદને સાઈડમાં મુકી સાથે મળી તમે મારા મત વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની રિબીન કાપવા આવજો. હું આપને વેલકમ કરીશ. આ સમય રાજકીય કિનનાખોરીનો નથી. કોઈ સામાન્ય અરજીને આધાર બનાવી એક સામાજિક સંસ્થાનું એકાઉન્ટ તમે ફ્રીજ કરી દો છો. આ કોઈ સંસ્થાનું એકાઉન્ટ સીલ નથી કર્યું વડગામની જનતાને મળનારા ઓક્સિજન પ્લાન્ટના પ્રોજેક્ટ ફ્રીજ કરી દેવાયો છે. લોકોના જીવન બચાવવાની પહેલ હતી તે ફ્રીજ કરી નાખી છે.

મેવાણીએ કહ્યું હતું કે ચેરિટી કમિશનરે જીગ્નેશ મેવાણી અને આનંદ યાજ્ઞિકને સાંભળ્યા વગર ઠગ કહી દીધા. હાઇકોર્ટે ઓર્ડર કર્યો છે કે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ ટ્રીટમેન્ટ વધારો. સ્વતંત્ર સંસ્થાઓએ કોવિડ સેન્ટર હેલ્થ સેન્ટર ખોલ્યા છે તેને બિરદાવ્યા છે. ચેરીટી કમિશનર ઓફીસ દ્વારા એક પક્ષીય ઓર્ડર કર્યો છે. આ પ્રકારની ઘટના વિરુદ્ધ ચેરિટી કમિશનર ના ઓર્ડર સામે હાઇકોર્ટ અને જરૂર પડે સુપ્રીપમાં જઇશું.
Published by:Ashish Goyal
First published:May 11, 2021, 17:03 pm

ટૉપ ન્યૂઝ