'રૂપાણી સાહેબ આ મેવાણી છે, માફી કાલે પણ નહોતી માંગી આજે પણ નહીં માંગું'

News18 Gujarati
Updated: December 10, 2019, 3:54 PM IST
'રૂપાણી સાહેબ આ મેવાણી છે, માફી કાલે પણ નહોતી માંગી આજે પણ નહીં માંગું'
જીગ્નેશ મેવાણીએ સસ્પેન્શન વિશે કહ્યું કે સરકારને દુ:ખે છે પેટ અને કૂટે છે માથું

વિધાનસભામાં બંધારણનું ઉલ્લંઘન કરવાના મામલે ટૂંકા શિયાળું સત્રમાં તમામ ત્રણ દિવસ માટે સસ્પેન્ડ થયેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા

  • Share this:
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly)ના ટૂંકા શિયાળુ સત્રમાં (Winter session)માંથી તમામ ત્રણ દિવસ માટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને (jignesh mevani) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ જીગ્નેશ મેવાણીને નિયમોના ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ત્યારબાદ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi)દ્વારા તેમને સ્સેપન્ડ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ સદનમાં કહ્યું હતું કે જો ધારાસભ્ય મેવાણી માફી માંગે તો તેમને સત્રમાં બેસવા દેવા જોઈએ જેના પ્રત્યુતરમાં મેવાણીએ જણાવ્યું કે 'રૂપાણી સાહેબ આ મેવાણી છે, માફી ગઈકાલે પણ નહોતી માંગી આજે પણ નહીં માગું, બંધારણ નું અપમાન કરનારા ની મારે માફી માંગવા ની જરૂર નથી.'

જીગ્નેશ મેવાણીએ એક વાતચીતમાં જણાવ્યું, “વિજય રૂપાણીનો જે પ્રસ્તાવ છે કે મને સસ્પેન્ડ કરવામાં આવે અને અધ્યક્ષે મને સસ્પેન્ડ કર્યો. આ નિર્ણયથી મને કોઈ હરખ કે શોક નથી. હું મારા મુદ્દા પર અડગ ઉભો છે. તમે બંધારણને દરિયામાં નાંખનારા છો. તમે મને બંધારણનું જ્ઞાન આપશો. દિલ્હીની સડક પર ખુલ્લેઆમ બંધારણને સળગાવામાં આવ્યું ત્યારે રૂપાણી સાહેબ ક્યાં હતા? હું નહીં ચલાવી લવ. હું આ મુદ્દે બોલીશ, બોલીશ અને બોલીશ એની જે કિંમત ચુકવવી પડે તે ચુકવીશ'

આ પણ વાંચો : રાજકોટ : સેલ્ફી લેવા જતાં ત્રણ તળાવમાં ડૂબ્યાં, બચાવવા ગયેલા યુવક સહિત ત્રણનાં મોત, એકનો બચાવ

'દલિતોને લાંબી મુંછ રાખવા દેતા નથી'

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે 'ગુજરાતમાં દલિતોને લાંબી મુછ રાખવા દેતા નથી અને તમે બંધારણના સેલિબ્રેશનની વાતો કરો છો. ત્રણ વર્ષથી હું રાતદિવસ બોલું છું. રાજ્યના 18 હજાર ગામમાંથી એક ગામ બતાવો જ્યાં અશ્પૃશ્યતા રદ કરી હોય? મને જાનથી મારી નાખવાની ધમકી આપનારા સામે વિજય રૂપાણી સાહેબની મહેરબાનીથી કોઈ ટ્રાયલ ચાલતી નથી.'

'આજે પણ ગુજરાતમાં દલિતો માનવ મળ ઉપાડવા મજબૂર'
મેવાણીએ ઉમેર્યુ કે 'હું વિધાનસભાના દરેક સત્રમાં બોલું છું કે દલિતોને ગટર સાફ કરવા ઉતરવું ન પડે તે માટે તમે ગટર સાફ કરવાના મશીન લાવતા કેમ નથી. આજે પણ ગુજરાતમાં દલિતોને માનવ મળ ઉપાડવું પડે છે. માનવ મળ ઉપાડવા દલિતો મજબૂર હોય. દરેક જિલ્લાના દરેક ગામમાં અશ્પૃશ્યા પળાતી હોય અને તમે બંધારણના સેલિબ્રેશનની વાત કરો છો'

આ પણ વાંચો : રાજકોટમાં લુખ્ખાઓ બેફામ, KKV ચોકમાં કારમાં આવેલા 3 શખ્સોએ યુવતીની છેડતી કરી

'રૂપાણી સાહેબ આ મેવાણી છે માફી તો આજે પણ નહીં કાલે પણ નહીં'

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે 'મારો અધિકાર છે બોલવાનો, હું બોલ્યો, માનનીય અધ્યક્ષનો અધિકાર છે મને સસ્પેન્ડ કરવાનો તેમણે કર્યો. મને કોઈ કોઈ વિરોધ નથી પરંતુ વિજય રૂપાણી જો એમ કહેતા હોય કે જીગ્નેશ માફી માંગે તો બે દિવસ બેસવા દેવામાં આવશે તો રૂપાણી સાહેબ આ મેવાણી છે માફી તો આજે પણ નહીં અને કાલે પણ નહીં.'

આ પણ વાંચો : મોરબી: યુવતીના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 10 લાખની ખંડણી માંગનારા 3 ઝડપાયા

'સસ્પેન્ડ ના મૂળમાં બિનસચિવાલયની પરીક્ષાના વિરોધને મારૂં સમર્થન'

જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે 'મને સસ્પેન્ડ કરવાના મૂળમાં બીજી વાત છે. દુ:ખે છે પેટ અને કૂટે છે માથું. મેં અને હાર્દિક પટેલે બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરિતી અને તેના માટે થયેલા આંદોલનને ટેકો આપ્યો તે ગમ્યુ નથી તેના કારણે મને સસ્પેન્ડ કર્યો છે.

 
First published: December 10, 2019, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading