મેવાણીનો મોદી પર કટાક્ષ, 'નાસ્ત્રેદમસે કહ્યું હતું કે દુનિયાનો બેસ્ટ એક્ટર ભારતમાંથી હશે'

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 4, 2018, 12:39 PM IST
મેવાણીનો મોદી પર કટાક્ષ, 'નાસ્ત્રેદમસે કહ્યું હતું કે દુનિયાનો બેસ્ટ એક્ટર ભારતમાંથી હશે'
જિગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય છે

મહારાષ્ટ્રમાં દલિતો પર થયેલા હુમલા બાદ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો છે.

  • Share this:
ગાંધીનગરઃ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ મહારાષ્ટ્રમાં દલિતો પર થયેલા હુમલા બાદ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં ગૌરક્ષકો દ્વારા દલિતો પર કરવામાં આવેલા હુમલા બાદ મોદીએ કહ્યું હતું કે, 'જો તમારે ગોળી મારવી હોય તો મને મારી દો. મારા દલિત ભાઈઓ સાથે આવું ન કરો.'

વડગામની બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાનની આ વાત પર કટાક્ષ કરતા ટ્વિટ કર્યું કે, 'નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે 21મી સદીમાં દુનિયાનો બેસ્ટ એક્ટર ભારતમાંથી આવશે.'

નોંધનીય છે કે ભીમા કોરેગાંવમાં એક કાર્યક્રમ દરમિયાન જિગ્નેશ મેવાણી ત્યાં હાજર હતો. આ કાર્યક્રમ બાદ દલિતો પર હુમલો થયો હતો. બાદમાં ફાટી નીકળેલી હિંસામાં બુધવારે મહારાષ્ટ્ર બંધનું એલાન કરવામાં આવ્યું હતું.

જોકે, બંધ દરમિયાન હિંસાના બનાવો બનતા બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકરે બંધનું એલાન પરત ખેંચી લીધું હતું.
First published: January 4, 2018, 12:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading