'લલ્લૂ પંજૂ સમજ્યો છે શું, પરિણામની રાહ જો,' જિગ્નેશ મેવાણીને ફરી ધમકી મળી

News18 Gujarati
Updated: June 7, 2018, 1:56 PM IST
'લલ્લૂ પંજૂ સમજ્યો છે શું, પરિણામની રાહ જો,' જિગ્નેશ મેવાણીને ફરી ધમકી મળી

  • Share this:
દલિત નેતા તેમજ વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આજે ગુરુવારે ફરી ધમકી મળી છે. મેવાણીએ આ અંગેની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. મેવાણીએ ટ્વિટ કર્યું હતું કે, "આજે ફરીથી એ જ નંબર પરથી મને ફોન આવ્યો હતો, જેમાં ગઇકાલે ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી. આજે એ વ્યક્તિએ ફરી ધમકી આપી છે કે- લલ્લૂ પંજૂ સમજ્યો છે શું, પરિણામની રાહ જો."

નોંધનીય છે કે દલિત નેતા જિગ્નેશ મેવાણીને બુધવારે પણ બે અલગ અલગ ફોન પરથી ધમકી મળી હતી. આ અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. હવે ફરીથી ધમકી મળતા મેવણીએ તેની સુરક્ષા અંતે ચિંતા વ્યક્ત કરી છે.

મેવાણીને સુરક્ષા આપવા રજુઆત

જિગ્નેશ મેવાણીને સતત બે દિવસથી ફોન પર મળી રહેલી ધમકીને પગલે દલિત આગેવાનાઓ આજે ગાંધીનગર ખાતે ડીજીપીને રજુઆત કરી હતી. દલિત આગેવાઓને રજુઆત કરી હતી કે જિગ્નેશ મેવાણીને વાય કેટેગેરીની સુરક્ષા પુરી પાડવામાં આવે. આ મામલે ડીજીપીએ યોગ્ય તપાસ કરી સુરક્ષા આપવાની ખાતરી આપી હતી.

બુધવારે પણ મળી હતી ધમકી

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીના નામથી બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જીગ્નેશ મેવાણીના ફોન નંબર +7255932433 પરથી ફોન આવ્યો હતો અને રાજવીર મિશ્રા વાત કરૂ છું તેમ કહીને મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ +8244 નંબર ઉપરથી પણ કોલ આવ્યો હતો તેમાં રવિ પૂજારી બોલું છું તેવુ કહીને વાત કરી હતી. મહત્વનું છે કે જીજ્ઞેશ મેવાણી આ સમગ્ર ઘટનાની જાણ ટ્વિટ6 કરીને કરી હતી.
આ અંગે જીજ્ઞેશ મેવાણીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, "મારાજીવને જોખમ છે. મને રવિ પૂજારીના નામથી ધમકી મળી રહી છે. મને જે ધમકી મળી છે તેને લઈને પોલીસે તપાસ થવી જોઈએ. મારી સુરક્ષામાં વધારો થવો જોઈએ. હું ગુજરાત બહાર જાવ ત્યારે પણ મને સુરક્ષા મળવી જોઈએ." આ સાથે જ જીજ્ઞેશ મેવાણીએ આડકતરી રીતે કહ્યું હતું કે, ભાજપની સામે જે બોલે છે તેની સાથે આવું થાય છે. તો કદાચ આ કારણ પણ હોઈ શકે છે.
First published: June 7, 2018, 11:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading