અમદાવાદમાં જિજ્ઞેશ મેવાણીનો દારૂબંધી પર આક્રમક દેખાવ, પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 28, 2017, 11:24 AM IST
અમદાવાદમાં જિજ્ઞેશ મેવાણીનો દારૂબંધી પર આક્રમક દેખાવ, પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

  • Share this:
જિજ્ઞેશ મેવાણીએ વડગામ વિધાનસભાની સીટ પરથી અપક્ષના (કોંગ્રેસના ટેકા સાથે)ઉમેદવાર તરીકે ચૂંટાઈને આવતાની સાથે જ લોક કામગીરીની શરૂઆત કરી દીધી છે. ચૂંટાયાના 24 કલાકની અંદર જ મેવાણીએ વડગામના કેટલાક ગામડાઓમાં રહેલી રોડની સમસ્યાને લઈને પાલનપુરની ક્લેક્ટરને આવેદન પત્ર સોપ્યું હતું. જોકે, પાલનપુરમાં શાંતિ પૂર્વક આવેદન પત્ર સોપ્યું હતું. પરંતુ અમદાવાદમાં જિજ્ઞેસ મેવાણી દ્વ્રારા દારૂબંધીને લઈને મોટો હોબાળો કરવામાં આવ્યો હતો.

MLA જિજ્ઞેસ મેવાણી આક્રમક રમત રમવાનું જ વિચારીને મેદાનમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જિજ્ઞેસે દારૂબંધી સામે વિરોધ ઉઠાવીને અમદાવાદના ગોમતીપુરમાં આવેલા પોલીસ સ્ટેશન પર ઘેરાવો કર્યો હતો. જિજ્ઞેસ મેવાણીએ અમદાવાદમાં ચાલતા દારૂના ભઠ્ઠાઓને બંધ કરાવાની માંગ કરી છે, અને તેને તે માટે પોલીસને  24 કલાકનું અલ્ટીમેટમ આપ્યા છે. જો ગેરકાયદેસર ચાલતા દારૂના ભઠ્ઠા બંધ કરવામા આવશે નહી તો ધરણા કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

જિજ્ઞેસ મેવાણી ગોમતીપુર પોલીસ સ્ટેશને 100થી વધારે સ્થાનિક લોકો સાથે દારૂબંધી પર કાર્યવાહીનું આવેદન આપવા માટે પહોંચ્યો હતો. જોકે, આવેદન આપવા માટે આક્રમક રીતનો ઉપયોગ કર્યો હતો.  મળતી માહિતી અનુસાર, પોલીસ સ્ટેશન બહાર પોલીસ વિરૂદ્ધમાં નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા.

ગોમતીપુર પોલીસ સ્ટેશને 100થી વધારે લોકો સાથે જિજ્ઞેસ મેવાણી પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનની બહાર જિજ્ઞેસ અને તેની સાથે આવેલા લોકોએ પોલીસ વિરૂદ્ધ નારાઓ લગાવ્યા હતા. મેવાણી સાથે મહિલાઓ અને યુવાનો પણ જોડાયા હતા.
First published: December 27, 2017, 11:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading