ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં મુખ્ય આરોપી અમિત કટારાની ધરપકડ

ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં મુખ્ય આરોપી અમિત કટારાની ધરપકડ
અમિત કટારા.

Jhalod Councillor Hiren Patel Murder case: ઝાલોદ કોર્પોરેટર હત્યા કેસમાં પોલીસે કુલ આઠ લોકોની ધરપકડ કરી.

 • Share this:
  અમદાવાદ: ઝાલોદના બહુચર્ચિત કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસ (Jhalod Councillor Hiren Patel Murder case)માં મુખ્ય આરોપી અમિત કટારાની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ પોલીસે અમિત કટારાની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ આ કેસમાં અત્યારસુધી કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે દાહોદ પોલીસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ વિગત આપવામાં આવશે. અમિત કટારા કૉંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ છે.

  અમિત કટારાના ઇશારે થઈ હતી હત્યા  ત્રણ દિવસ પહેલા દાહોદ જિલ્લાના ઝાલોદમાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા મામલે (Jhalod Councillor Hiren Patel Murder case) ગુજરાત એટીએસએ ઇમરાન ગુડાલા (Imran) નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ઈમરાને અમિત કટારા (Amit Katara)ના કહેવાથી હત્યા માટે સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. અમિત કટારા કૉંગ્રેસના MLA ભાવેશ કટારા (Bhavesh Katara- MLA)નો ભાઈ છે.

  આ પણ વાંચો: અમદાવાદ: ઈકો કારના સાઇલેન્સરની ચોરી કરતી ગેંગનો આતંક, સિવિલ હૉસ્પિટલમાંથી કરી ચોરી

  દાહોદના ઝાલોદમાં ગત સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા કરીને તેને અકસ્માતમાં ખપવાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદમાં પોલીસે તપાસ કરતા મધ્ય પ્રદેશના ચાર અને ગુજરાતના બે લોકો મળી કુલ છ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં મુખ્ય આરોપીઓ ફરાર હતા. આ આરોપીને શોધવા માટે ATS લાગી ગઈ હતી. આ દરમિયાન ATS ટીમને માહિતી મળી હતી કે મુખ્ય આરોપી ઇમરાન હરિયાણાના મેવાતમાં છૂપાયો છે. અહીંથી એટીએસે તેની ધરપકડ કરી હરી.

  આ પણ વાંચો: IRCTCની વેબસાઇટ બદલાઈ ગઈ, હવે ટ્રેન ટિકિટ બુકિંગ સાથે મળશે આ સુવિધા

  ઇમરાનની પૂછપરછ શરૂ કરતા અનેક ખુલાસા થયા હતા. ઇમરાને કૉંગ્રેસના MLA ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના કહેવાથી અન્યને હિરેન પટેલની હત્યા માટે સોપારી આપી હતી. અમિત કટારા અને ઇમરાન ખૂબ જ સારા મિત્રો હોવાથી અમિતે ઇમરાન અને અજય કલાલને હિરેન પટેલનો ખેલ ખતમ કરવાનું કામ સોંપ્યું હતું.

  આ પણ વાંચો: કોવિશીલ્ડ રસી કેટલી અસરકારક? કિંમત કેટલી હશે? જાણો તમારા મનમાં ઉદ્ભવતા સવાલોના જવાબ

  ઇમરાને આ કામ કરવા માટે ગોધરાકાંડના આરોપી ઈરફાનને 2 લાખમાં સોપારી આપી હતી. ઈરફાન જે તે સમય ફર્લો પર જેલમાંથી બહાર આવ્યો હતો. ઇરફાને પોતાના અન્ય સાગરીતો સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યા કરવા પાછળ એવી વાત સામે આવી રહી છે કે છ મહિના પહેલા હિરેન પટેલની મદદથી નગરપાલિકા કૉંગ્રેસ પાસેથી જતી રહી હતી અને તેનો બદલો લેવા માટે આ તેની હત્યા કરવામાં આવી હતી.

  આ પણ જુઓ-

  આઠ લોકોની ધરપકડ

  હિરેન પટેલ હત્યા કેસમાં પોલીસે કુલ આઠ લોકોની ધરપકડ કરી છે. અમિત કટારા પહેલા પોલીસે ઇમરાન ગુડાલા, ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડા, ઝાલોદના અજય કલાલ, MPના મહેદપુરના મહોમ્મદ સમીર, સજ્જનસિંગ ચૌહાણ, મહેદપુરના ઢાબાના માલિક બાલારામ ભીલવાડા અને સલીમ ઉર્ફે કાળાભાઇ શેખની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ઝાલોદના કાઉન્સિલ હિરેન પટેલને જીપથી ટક્કર મારીને હત્યા કરવાના પ્રકરણના 27 સપ્ટેમ્બરના રોજ ઝાલોદમાં CRPC 174 મુજબનો ગુનો દાખલ થયો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:December 31, 2020, 17:46 pm

  ટૉપ ન્યૂઝ