Home /News /madhya-gujarat /

અમદાવાદઃબીજેપી કાર્યકર્તાના જુગારધામ પર દરોડા,22 જુગારીની ધરપકડ

અમદાવાદઃબીજેપી કાર્યકર્તાના જુગારધામ પર દરોડા,22 જુગારીની ધરપકડ

અમદાવાદઃઅમદાવાદ શહેરના વટવા પોલીસે મોડી રાત્રે જેતલપુર વિસ્તારમાં આવેલા દરબાર વાસમાં 22 શકુનિઓને જુગાર રમતા ઝડપી લીધા છે. નોધનીય છે કે જુગારધામ ચાલવતો શખ્સ નરેન્દ્રસિંહ BJP કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદઃઅમદાવાદના જેતલપુર ગામમાં આવેલ દરબાર વાસમાં વટવા પોલીસે મોડી રાત્રે રેડ કરી હતી. 22 શકુનિઓને જુગાર રમતા ઝડપી લીધા છે. નોધનીય છે કે જુગારધામ ચાલવતો શખ્સ નરેન્દ્રસિંહ BJP કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે.

એક બંધ મકાનમાં જુગાર ધામ ધમધમતુ હતું. 22 આરોપીઓ જુગાર રમી રહ્યા હતા તે સમયે પોલીસે રેડ કરી  23 મોબાઈલ પત્તાની કેટ અને,83 હજાર રોકડ રૂપિયા તેમજ 8 જેટલા બાઇક જપ્ત કરી કુલ 4.28 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.તો મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ પરમાર કે જે જુગાર રમાડી રહ્યો હતો તેની પાસેથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવતા પોલીસે પ્રોહિબિશનનો પણ કેસ કર્યો હતો.આરોપી નરેન્દ્રસિંહ પરમાર જેતલપુરમાં  ભાજપમાં કાર્યકર્તા હોવાનું પણ સામે આવ્યું છે.

મુખ્ય સૂત્રધાર નરેન્દ્રસિંહ પોતાની હોટલ નજીક જ આ જુગારધામ ચાલવતો હતો અને જુગારીઓ માટે ખાસ વ્યવસ્થા પણ કરી આપતો હતો.હાલ તો પોલીસે 22 આરોપીઓ વિરુદ્ધ જુગારનો કેસ કરી નરેન્દ્રસિંહ પાસે મળી આવેલી 8 વિદેશી દારૂની બોટલો મળી આવતા કાર પણ કબ્જે કરીને દારૂનો કેસ પણ નોંધ્યો છે.

First published:

Tags: ગુજરાત, જુગારધામ, જેતલપુર ગામ જુગારધામ, ભાજપ કાર્યકર્તા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन