Home /News /madhya-gujarat /

'હું હૉસ્પિટલમાં છું, બાયપાસ સર્જરી થઈ છે, કમલમનાં છોરું સિવાય બધા જાણે છે,' પૂર્વ સ્વાસ્થ્ય મંત્રીની વ્યથા

'હું હૉસ્પિટલમાં છું, બાયપાસ સર્જરી થઈ છે, કમલમનાં છોરું સિવાય બધા જાણે છે,' પૂર્વ સ્વાસ્થ્ય મંત્રીની વ્યથા

રાજ્યના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી જયનારાયણ વ્યાસની ફાઇલ તસવીર, સૌજન્ય : https://www.facebook.com/JayNarayanVyas/

Viral Tweet : ભાજના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રીને ટ્વીટરમાં શા માટે આવું લખવું પડ્યું? જાણો શું છે મામલો

    અમદાવાદ : ભારતીય જનતા પાર્ટી (BJP) બદલાઈ ગઈ છે? શું ભાજપના પદાધિકારીઓ સંવેદનશીલ નથી? આવા પ્રશ્નો એટલા માટે ઉદભી રહ્યા છે કારણ કે ખુદ ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી (ex Health Minister) જયનારાયણ વ્યાસે (Jaynarayan Vyas) આવો ઉલ્લેખ એક ટ્વીટમાં કર્યો છે. વ્યાસના ટ્વીટના (Tweet) કારણે ભાજપની કાર્યપદ્ધતિ પર ચર્ચા થઈ છે. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે તેઓ હૉસ્પિટલમાં હોવા છતાં મીટિંગ એટેન્ડ કરવા માટે ફોન આવ્યો એનો અર્થ કે તેઓ બીમાર છે તે પાર્ટીનાં નેતાઓ જાણતા નથી.

    જયનારાયણ વ્યાસે આજે એક ટ્વીટ કર્યુ જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેમના ટ્વીટમાં તેમણે પક્ષ પ્રત્યે પોતાનું દુ:ખ ઠાલવ્યું છે. તેમણે લખ્યું, 'કમલમમાંથી મીટિંગ એટેન્ડ કરવા માટે એક ફોન આવ્યો, ભૂતકાળમાં જો તમે સહેજ પણ બીમાર હોવ તો પાર્ટીના વરિષ્ઠના નેતાઓ પણ તમારા સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરતા. હું હૉસ્પિટલમાં છું મારી બાયબાસ સર્જરી કરવામાં આવી છે. કમલમના છોરું સિવાય આખી દુનિયા આ વાત છે જાણ છે! ખરેખર પાર્ટી બદલાઈ ગઈ છે!'

    આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લાનાં આકાશમાં દેખાયેલી ભેદી લાઈટનું શું છે રહસ્ય? Live Video થયો વાયરલ

    વ્યાસના ટ્વીટથી ચર્ચા જાગી ગઈ હતી. તેમના ટ્વીટ કર્યા બાદ જ લોકો તેના પર પ્રત્યુતર આપવા લાગ્યા. જોકે, આ અંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મીડિયા વિભાગ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી પરંતુ વ્યાસના ટ્વીટના કારણે રાજકીય પારો ગરમાઈ ગયો છે.



    ઉલ્લેખની છે કે જયનારાય વ્યાસની ગણના ભારતીય જનતા પાર્ટીના એવા નેતાઓમાં થાય છે કે જે પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ નથી કરતા અને વિચારોને ખુલીને રજૂ કરે છે. અનેક મીડિયા ડિબેટમાં તેઓ સરકારને માઠું લાગે એવી વાત હોય તો પણ સ્પષ્ટતા પૂર્વક રજૂ કરી દે છે. તેઓ સંસ્કૃતથી લઈને અર્થશાસ્ત્ર સુધીના અનેક વિષયોના ઉંડા અભ્યાસું છે અને એક ખરા બુદ્ધીજીવી છે.

    આ પણ વાંચો : વલસાડ : ફિલ્મી સીન જેવો Live Video, ગૌરક્ષકને કચડી ભાગેલો અકરમ બામ ખાડીમાં કૂદી જતા મોત

    જયનારાયણના આ ટ્વીટની રાજકીય અસર કેટલી અને કેવી છે તે તો સમય જ કહેશે પરંતુ જાહેર મંચ પરથી આ પ્રકારની વાતો સામે આવતા કેટલાક સવાલો ઉદભવવા સ્વાભાવિક છે. વ્યાસે જે ટ્વીટર પ્લેટફોર્મ પરથી આ વાત રજૂ કરી તેના પર તેઓ વર્ષ 2011થી સક્રિય છે. ટ્વીટરના ડેટા મુજબ આ મંચ પરથી તેમને 11,900 જેટલા લોકો ફોલો કરે છે.

    આ પણ વાંચો : સુરત : લાલબત્તીરૂપ ઘટના! ચાના વેપારી થાંભલાને અડકી જતા મોત, કરન્ટના કારણે જીવ ગયો
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jaynarayan vyas, Kamlam, Tweet, Viral, આરોગ્ય, ગુજરાતી ન્યૂઝ, ભાજપ, રાજકારણ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन