જયંતિ ભાનુશાલી રેપ કેસઃ પીડિતાના પૂર્વ પતિએ કહ્યું-"આ મહિલા બધાને ફસાવે છે"

News18 Gujarati
Updated: July 24, 2018, 12:45 PM IST
જયંતિ ભાનુશાલી રેપ કેસઃ પીડિતાના પૂર્વ પતિએ કહ્યું-
સુરત રેપ કેસની પીડિતા, પૂર્વ પતિ

  • Share this:
જયંતિ ભાનુશાલી બળાત્કાર કેસમાં આજે પીડિત યુવતીનો પૂર્વ પતિ મીડિયા સામે આવ્યો હતો. જોકે, જ્યારે જ્યારે વગદાર વ્યક્તિઓ સામે બળાત્કાર જેવા આક્ષેપો થાય છે ત્યારે ભીનું સંકેલવા કે ફરિયાદીને દબાવવા તેના ચારિત્ર્યને લઇને પ્રહારો કરાતા હોય છે. આ સમયે કોઈને કોઈ વ્યક્તિ અચાનક પ્રગટ થાય છે અને ફરિયાદી સામે આક્ષેપો થાય છે. જયંતિ ભાનુશાલી સામે બળાત્કારના કેસમાં જ્યારે ગાળિયો મજબૂત બની રહ્યો છે ત્યારે આ કેસમાં પણ અચાનક મહિલાનો પૂર્વ પતિ મીડિયા સામે પ્રગટ થયો છે. યુવકે મીડિયા સમક્ષ તેની પૂર્વ પત્ની પર અનેક આરોપ લગાવ્યા છે. તેનું કહેવું છે કે આ મહિલા પહેલાથી જ બધા લોકોને ફસાવી રહી છે, તેણે મારી પાસેથી પણ 25 લાખ જેટલી રકમ પડાવી છે. યુવકે એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે તે મારી સાથે હતી ત્યારે પણ તેને અન્ય યુવકો સાથે સંબંધ હતા.

મહિલાના પૂર્વ પતિએ શું કહ્યું?

મીડિયા સામે આવેલા મહિલાના પૂર્વ પતિએ દાવો કર્યો હતો કે, "હું જ્યારે ધોરણ-10માં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારથી આ યુવતી સાથે સંબંધ હતા. આ મહિલા પૈસા માટે જ બધું કરે છે. રાજકીય નેતાઓ સાથે શારીરિક સંબંધ બાંધીને તેની ક્લિપિંગ બનાવે છે. આવી અન્ય ચારથી પાંચ યુવતીઓ છે, જેમણે 70થી 80 લોકોને ફસાવ્યા છે."મારી પાસેથી 20-25 લાખ પડાવ્યાઃ પૂર્વ પતિ

યુવતીના પૂર્વ પતિએ વધુમાં જણાવ્યું હતું કે, "હું જયંતિ ભાનુશાલીને ક્યારેય મળ્યો નથી. મને કોઈ છબિલ પટેલ નામના રાજકીય નેતાઓ પૈસા માટે ફોન કર્યો હતો. અન્ય કોઈ લોકો આ યુવતીનો શિકાર ન બને તે માટે હું મીડિયા સામે આવ્યો છું. મેં કાપોદ્રા પોલીસ મથકે આ અંગેનું નિવેદન નોંધાવ્યું છે. યુવતી જ નહીં તેનો પરિવાર પણ લોકોને ફસાવીને પૈસા પડાવે છે. પીડિતાના પિતા સામે ચોરીની ફરિયાદ પણ દાખલ છે. યુવતીએ મારી પાસે પણ 20થી 25 લાખ પડાવ્યા છે. તે મારી સાથે હતી ત્યારે પણ અન્ય યુવકો સાથે સંબંધ રાખતી હતી. મારી સામે જ તે અન્ય યુવક સાથે વાતચીત કરતી હતી. સુરતના એક વેપારી પાસેથી પણ તેણે પૈસા પડાવ્યા છે.આ કેસમાં પણ નલિયાકાંડ જેવું થયું!

સુરતની યુવતી પર બળાત્કારના કેસમાં અસલ નલિયાકાંડ જેવો જ ઘાટ ઘડાઈ રહ્યો છે. નલિયાકાંડની વાત કરીએ કે પછી ભૂતકાળમાં બનેલી આવી ઘટનાઓ તપાસીએ તો માલુમ પડે છે કે વગદાર વ્યક્તિઓ પોતાના બચાવ માટે કોઈને કોઈ પાત્રને ઉભું કરીને ફરિયાદી યુવતીના ચારિત્ર્ય પર કિચડ ઉછાળવાનો પ્રયાસ કરાતા હોય છે. નલિયાકાંડમાં પણ એકાએક મહિલાનો પૂર્વ પતિ મીડિયા સામે આવ્યો હતો અને મહિલાએ તેની સાથે છેતરપિંડી કર્યાના આક્ષેપો કર્યા હતા. હવે જયંતિ ભાનુશાલી કેસમાં પણ અચાનક એક યુવક ઉભો થયો છે અને યુવતીનો પૂર્વ પતિ હોવાનો દાવો કરી રહ્યો છે. હવે આ કેસમાં જો તે યુવક સાચો હોય તો તેણે મીડિયા સામે હાજર થવાને બદલે ન્યાય માટે કાયદાકીય રાહે જે તે એજન્સી સમક્ષ રજુઆત કરીને પોતાનો પક્ષ મૂકવો જોઈએ.
First published: July 24, 2018, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading