જય વસાવડા, માયાભાઈએ મોરારિબાપુના સમર્થનમાં સ્વામિનારાયણ સંસ્થાએ આપેલો એવોર્ડ પાછો આપ્યો

News18 Gujarati
Updated: September 12, 2019, 6:25 PM IST
જય વસાવડા, માયાભાઈએ મોરારિબાપુના સમર્થનમાં સ્વામિનારાયણ સંસ્થાએ આપેલો એવોર્ડ પાછો આપ્યો
જય વસાવડા, માયાભાઈ આહીરે બાપુના સમર્થનમાં સ્વામિનારાયણ સંપ્રદાયને એવોર્ડ પાછા આપ્યા

નિલકંઠવર્ણી મુદ્દે મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે થયેલા વિવાદમાં હવે નવો મોડ આવ્યો

  • Share this:
નિલકંઠવર્ણી મુદ્દે મોરારિબાપુ (MorariBapu)અને સ્વામિનારાયણ (swmiNarayan)સંપ્રદાય વચ્ચે થયેલા વિવાદમાં હવે નવો મોડ આવ્યો છે. મોરારિબાપુના સમર્થનમાં ગુજરાતના જાણીતા કટારલેખક જય વસાવડા, સાહિત્યકાર માયાભાઈ આહીર અને અનુભા ગઠવીએ સ્વામિનારાયણ સંસ્થાને આપેલો અવોર્ડ પાછો આપી દીધો છે. તેમના આ પગલાંને કારણે આ વિવાદ ફરી પાછો ચર્ચામાં આવી ગયો છે.

જય વસાવડા અને માયાભાઈ આહીરને બગસરા / સરધાર સ્વામીનારાયણ સંસ્થા તરફથી 2005માં એક રત્નાકર અવોર્ડ આપવામાં આવ્યો હતો. આ બંનેએ મોરારિબાપુના સમર્થનમાં પોતાને સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી મળેલ એવોર્ડ પાછો આપી દીધો છે. જય વસાવડાએ સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક ઉપર એક પોસ્ટ મુકીને એવોર્ડ પાછો આપવાની જાહેરાત કરી હતી. જય વસાવડાએ એવોર્ડ સાથે આપવામાં આવેલા 21 હજાર રુપિયા પણ પરત કર્યા છે.

માયાભાઇ આહીરે શું કહ્યું

માયાભાઇ આહીરે જણાવ્યું હતું કે, એક બગસરાના સ્વામી વિવેક સ્વામીનું નિવેદન સાંભળ્યું હતું કે કલાકારોને મેં જાણી જોઇને નથી કહ્યું પરંતુ આ સાધુના મોઢે સારૂ ન લાગે સ્વામી. તમે જાહેરમાં કલાકાર માટે નિવેદન આપ્યું છે તે તમે જુઠુ બોલોમાં પાછું તમારે કલાકાર પ્રત્યે ભાવ હોય તો સરધારમાં અમે કલાકારોને રત્નાકર તરીકે સન્માન કર્યું. પરંતુ ગણ માટે ગવાય નહીં. અમે આ રત્નાકર એવોર્ડ પરત કરીએ છીએ.

આ પણ વાંચો - બાપુના સમર્થનમાં જય વસાવડાએ સ્વામિનારાયણ સંસ્થાનો એવોર્ડ પરત કરી જાણો શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે આ પહેલા જૂનાગઢ સ્વામીનારાયણ મંદિર જવાહર રોડના કોઠારી સ્વામીના નેજા હેઠળ સનાતન ધર્મની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી કે આ વિવાદનો અંત આવ્યો છે. અગાઉ જૂનાગઢના ઇન્દ્રભારતી (Rudreshwar Jagir Bharti Ashram) બાપુએ જણાવ્યું હતું કે ' સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો જ એક ભાગ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઉચ્ચ સાધુઓ સાથે વાત થઈ છે. સાધુઓ સહમત થયા છે કે મોરારિબાપુ માફી નહીં માંગે. સામે પક્ષે સનાતન ધર્મ વિશે કોઈ પણ જાતની ટિપ્પણી નહીં કરે. એકાદ કલાકમાં સુખદ સમાધાન થવા જઈ રહ્યુ છે. 'આ પણ વાંચો - નીલકંઠવર્ણી વિવાદ: BAPSએ વિવાદથી દૂર રહી શાંતી જાળવવાની કરી અપીલ

ગુજરાતના જાણીતા કટારલેખક જય વસાવડાને મળેલ એવોર્ડ. જે પરત કર્યો છે (તસવીર - જય વસાવડા ફેસબુક પેજ)


આ પણ વાંચો - સંતોની જાહેરાત : મોરારિબાપુ-નીલકંઠવર્ણી વિવાદનું સુખદ સમાધાન

શું છે વિવાદ?

જાણીતા રામ કથાકાર મોરારિબાપુએ પેરિસની એક કથામાં કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારિબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે. તેને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા છે.
First published: September 12, 2019
વધુ વાંચો
अगली ख़बर