ન્યૂઝ18 ગુજરાતી: લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપે તમામ 26 બેઠકો માટેના દાવેદારોની સૂચિ તૈયાર કરી લીધી છે. આ દાવેદારોની યાદી હાઈકમાન્ડને સોંપવામાં આવશે, ત્યારે દાવેદારો દ્વારા સતત લોબિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાનમાં જ નવ નિયુક્ત મંત્રી જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા દિલ્હી જવા રવાના થયા છે.
જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. જ્યારે તેઓ લોકસભાની ચૂંટણી માટે જામનગર અને જૂનાગઢ બેઠક અંગે ચર્ચા પણ કરશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 બેઠકો માટે મંથન પૂર્ણ કરી લીધું છે. જે બાદ CMના નિવાસસ્થાને મળેલી ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં ત્રણ તબક્કામાં આ અંગે ચર્ચા થઈ હતી. જેમાં બીજા તબક્કામાં જામનગર સીટ પર ઉમેદવારોના નામ અંગે ચર્ચા થઇ હતી.
અંતિમ તબક્કામાં જૂનાગઢ બેઠક પર ચર્ચા થઈ, જેમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સહિત ત્રણ નામ રેસમાં છે. જી.પી.કાઠી, ભગવાન કરગઢિયા,પૂર્વ મેયર જ્યોતિબેન વાછાનીના નામો પણ પેનલમાં છે.
નોંધનીય છે કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષા તથા કુટિર ઉદ્યોગ રાજ્યકક્ષા વિભાગની ફાળવણી કરવામાં આવી હતી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર