દિલ્હી પહોંચી જાટ આંદોલનની આગ, સમર્થનમાં ઉતર્યા ડીયૂના વિદ્યાર્થીઓ

Haresh Suthar | Pradesh18
Updated: February 20, 2016, 12:33 PM IST
દિલ્હી પહોંચી જાટ આંદોલનની આગ, સમર્થનમાં ઉતર્યા ડીયૂના વિદ્યાર્થીઓ
#હરિયાણામાં અનામતની માંગને લઇને થઇ રહેલા આંદોલનની આગ હવે દિલ્હી પહોંચી છે. અનામતની માંગ કરી રહેલા જાટ પ્રદર્શનકારીઓએ નરેલા પાસે નેશનલ હાઇવે જામ કરી દીધો છે અને ચક્કાજામ કર્યો છે. જેને પગલે વાહન વ્યવહાર ઠપ થયો છે. તો બીજી તરફ આ આંદોલનની આગ દિલ્હીમાં પ્રસરી છે અને ડીયૂના વિદ્યાર્થીઓ જાટ આંદોલનકારીઓના સમર્થનમાં ઉતર્યા છે.

  • Pradesh18
  • Last Updated: February 20, 2016, 12:33 PM IST
  • Share this:
નવી દિલ્હી #હરિયાણામાં અનામતની માંગને લઇને થઇ રહેલા આંદોલનની આગ હવે દિલ્હી પહોંચી છે. અનામતની માંગ કરી રહેલા જાટ પ્રદર્શનકારીઓએ નરેલા પાસે નેશનલ હાઇવે જામ કરી દીધો છે અને ચક્કાજામ કર્યો છે. જેને પગલે વાહન વ્યવહાર ઠપ થયો છે. તો બીજી તરફ આ આંદોલનની આગ દિલ્હીમાં પ્રસરી છે અને ડીયૂના વિદ્યાર્થીઓ જાટ આંદોલનકારીઓના સમર્થનમાં ઉતર્યા છે.

જાટ આંદોલનને સમર્થન આપતાં દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ મેદાને ઉતર્યા છે. આજે દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ દેખાવ કર્યા હતા.

આંદોલનકારીઓના પ્રદર્શનને પગલે મુનક નહેરને બંધ કરી દેવાઇ છે. જેને પગલે દિલ્હીમાં કેટલીય જગ્યાએ હૈદરપુર, નાગલોઇ, ઓખલા, બવાના અને દ્વારકામાં પાણી પુરવઠા પર અસર પડે એવી સંભાવના છે.

આ મામલે દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ કહ્યું દિલ્હીમાં 60 ટકા વિસ્તારમાં આ ઘટનાને પગલે પાણી મામલે પરેશાની થશે. તેમણે કહ્યું કે, અમે હરિયાણા સરકારના સંપર્કમાં છીએ. હરિયાણા તરફથી પાણી પુરવઠો અટકાવી દેવાથી ચંદ્રાવત અને વજીરાબાદ પ્લાન્ટમાં પહેલેથી જ ઓછા ક્ષમતાને લીધે અસર પડી રહી છે.
First published: February 20, 2016
વધુ વાંચો
अगली ख़बर