જસવંત છાપ બીડીના માલિકે લમણે ગોળી મારી કર્યો આપઘાત

News18 Gujarati
Updated: March 11, 2018, 10:25 PM IST
જસવંત છાપ બીડીના માલિકે લમણે ગોળી મારી કર્યો આપઘાત
વહેલી સવારે જયારે તેમના પત્ની તેમના રૂમમાં ગયા તે સમયે રાજભાઈ ભાઈ મૃત હાલતમાં હતા...

વહેલી સવારે જયારે તેમના પત્ની તેમના રૂમમાં ગયા તે સમયે રાજભાઈ ભાઈ મૃત હાલતમાં હતા...

  • Share this:
ખ્યાતનામ જસવંત છાપ બીડીના માલિક રાજાભાઈ બીડીવાળાએ લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. અમદાવાદના કર્ણાવતી ક્લ્બ પાછળ આવેલ સ્પ્રિંગ વીલાના બંગલોમાં રાજાભાઈએ તેમના રૂમમાં આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે.

વહેલી સવારે જયારે તેમના પત્ની તેમના રૂમમાં ગયા તે સમયે રાજભાઈ ભાઈ મૃત હાલતમાં હતા. રાજાભાઈ બીડીવાળા એ તેમની લાયસન્સ વળી ગન થી રાત્રે ૧:૩૦ થી સવારે ૬ વાગ્યા ના સમય માં લમણે ગોળી મારી આપઘાત કર્યો છે.

જીતેન્દ્ર પટેલ ઉર્ફે રાજાભાઈ એ ૬૬ વર્ષની વયે આપઘાત કરી લેતા પરિવારજનો શોકમગ્ન બન્યા છે. આપઘાત અનેક શંકાઓ ઉપજાવી રહ્યો છે. ઘટનાની જાણ થતા સરખેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આખરે શા કારણે ખયતનામ વ્યકતિએ આપઘાત કર્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સરખેજ પોલીસના જણાવ્યાનુસાર, જિતેન્દ્ર પટેલના પુત્ર શાંતિ પટેલે તેમના પિતાની આત્મહત્યા બાદ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ કર્ણાવતી ક્લબ પાછળ સ્થિત સ્પ્રિંગવિલા બંગ્લોઝમાં પોલીસ અને ફોરેન્સિકની ટીમ પહોંચી ગઈ હતી.

સરખેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી. આર. રામાણીના જણાવ્યાનુસાર, જિતેન્દ્ર પટેલને મોડી રાત સુધી ટીવી જોવાની આદત હતી. આથી તેમનાં પત્ની બીજા રૂમમાં સૂઈ જતાં હતાં. આત્મહત્યા કરી તે રાત્રે પણ જિતેન્દ્રના પત્ની રાતના લગભગ 1 વાગ્યાની આસપાસ બીજા રૂમમાં સુવા ચાલ્યા ગયા હતા અને તે સમયે જીતેન્દ્ર ટીવી જોઈ રહ્યાં હતા. જ્યારે તેમનાં પત્ની રવિવારે સવારે સાડા છ વાગ્યે ઊઠ્યા ત્યારે તેમણે પતિને ન જોતા પુત્રને જાણ કરી હતી. જ્યારે માતા અને પુત્ર જિતેન્દ્ર પટેલના રૂમમાં ગયાં તો તેમણે જોયું કે, ટીવી ચાલુ હતું અને તેઓ સોફા પર પડ્યા હતા.
First published: March 11, 2018, 3:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading