જમ્મુમાં બે ફિદાયીની હુમલામાં સાત જવાનો શહીદ, છ આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

Haresh Suthar | Pradesh18
Updated: November 30, 2016, 8:35 AM IST
જમ્મુમાં બે ફિદાયીની હુમલામાં સાત જવાનો શહીદ, છ આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ વિસ્તારમાં ગઇ કાલના બે અલગ અલગ ફિદાયીની હુમલામાં સાત જવાનો શહીદ થયા છે તો સામે છ આતંકીઓને ઠાર કરાયા છે. રાત્રે સેના અને પોલીસે આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા સ્થળને ચોમેરથી ઘેરી લેવાયું હતું અને આજે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

  • Pradesh18
  • Last Updated: November 30, 2016, 8:35 AM IST
  • Share this:
જમ્મુ #જમ્મુ વિસ્તારમાં ગઇ કાલના બે અલગ અલગ ફિદાયીની હુમલામાં સાત જવાનો શહીદ થયા છે તો સામે છ આતંકીઓને ઠાર કરાયા છે. રાત્રે સેના અને પોલીસે આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા સ્થળને ચોમેરથી ઘેરી લેવાયું હતું અને આજે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

પોલીસ વર્દીમાં આધુનિક હથિયારો સાથે આવેલા આતંકીઓએ અંધાધૂંધ ગોળીબારી કરી હતી અને ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો હતો. નગરોટામાં સેનાની છાવણીને નિશાન બનાવી હતી. જ્યારે મોડી સાંજે પણ આતંકીઓ દ્વારા હુમલો કરાયો હતો અને મહિલાઓ, જવાનો સહિત 17ને બંધક બનાવ્યા હતા. જોકે સેનાએ બંધકોનો હેમખેમ છોડાવ્યા હતા અને આતંકીઓને ઠાર કર્યા હતા. જોકે આમ છતાં હજુ પણ આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની આશંકાને પગલે રાતે આ સ્થળને ઘેરી લેવાયું હતું. આજે વહેલી સવારથી અહીં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

સેના પ્રવક્તાએ જણાવ્યું કે આતંકીઓ સાથેની અથડામણમાં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મેજર ગોસાવી કુણાલ મન્નાદીર અને કર્ણાટકના બેંગલુરૂના મેજર અક્ષય ગિરીશ કુમાર શહીદ થયા છે.
First published: November 30, 2016
વધુ વાંચો
अगली ख़बर