Home /News /madhya-gujarat /

અમદાવાદઃ live cctv video, જમાલપુરમાં પેટ્રોલ પંપ પર ટેન્કરમાં આવી રીતે લાગી હતી આગ

અમદાવાદઃ live cctv video, જમાલપુરમાં પેટ્રોલ પંપ પર ટેન્કરમાં આવી રીતે લાગી હતી આગ

પેટ્રોલ પંપ પર ટેન્કરમાં લાગેલી આગનો સીસીટીવી

Ahmedabad News: પેટ્રોલપંપ (petrol pump) ઉપર પેટ્રોલ ખાલી કરવા પહોંચેલા ટેન્કરમાં અચાનક આગ (tenke fire) લાગી હતી. જોકે, હવે આગ કેવી રીતે લાગી હતી એનો સીસીટીવી વીડિયો (cctv video) સામે આવ્યો હતો.

    અમદાવાદઃ થોડા દિવસ પહેલા જમાલપુર ચાર રસ્તા (Jamalpur cross road) પાસે આવેલા પેટ્રોલપંપ (petrol pump) ઉપર પેટ્રોલ ખાલી કરવા પહોંચેલા ટેન્કરમાં અચાનક આગ (tenke fire) લાગી હતી. જોકે, હવે આગ કેવી રીતે લાગી હતી એનો સીસીટીવી વીડિયો (cctv video) સામે આવ્યો હતો. વીડિયો પ્રમાણે આગ પહેલાથી જ ટેન્કરમાં લાગી ન્હોતી. પહેલા આગ પેટ્રોલપંપની બહાર ઉભેલી લારી લાગી હતી. અને આગ તરત જ ફેલાઈને પેટ્રોલ પંપ પર ઉપર ઉભેલા ટેન્કરમાં લાગી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ થઈ રહ્યો છે.

    સીસીટીવીમાં બહાર આવ્યું આગ લાગવાનું કારણ
    જમાલપુર ચાર પસ્તા પાસે પેટ્રોલપંપ ઉપર ટેન્કરમાં આગ લાગવાની ઘટનાનું સાચું કારણ બહાર આવ્યું છે. સીસીટીવીમાં કેદ થયેલી ઘટનામાં કારણ જાણી શકાય છે. સીસીટીવીમાં દેખાય છે એ પ્રમાણે ટેન્કરની બાજુમાં ઊભેલા બે લારી પૈકી એક લારીમાં લારીવાળો કંઈક કરતો હતો અને તેનાથી આગ લાગી હતી. અને આગ તરત જ પેટ્રોલના ટેન્કરને ઝપેટલમાં લીધું હતું.

    આ પણ વાંચોઃ-સુરતઃ એજ્યુકેટ મહિલા નકલી PSI બનીને સ્પા સેન્ટરમાં કરતી હતી તોડ, પોલીસે પકડી પાડી

    પેટ્રોલ પંપના કર્મચારીઓ પૈકી એક ટેન્કરમાં આગી હોવાની જાણ કરતાં ફાયર સેફ્ટીના સાધનો મંગાવીને આગ ઓલવવાનો પ્રયત્ન કરતા હતા. જોકે, પેટ્રોલ ભરેલું ટેન્કરમાંથી આગની જારદાર લપટો બહાર આવવા લાગી હતી. અને જોતજોતામાં આગે આખા ટેન્કરને બાનમાં લીધું હતું.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ પતિએ ઉતારી પત્નીને મોતને ઘાટ, જેના નામનું સિંદૂર માથામા લગાડતી તેજ ભરથારે પત્નીને રહેંસી નાખી

    ક્યારે બની હતી ઘટના?
    ગત મંગળવારે 15 ફેબ્રુઆરીના રોજ રાત્રિના 8.30ના સુમારે જમાલપુર વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ ભરેલી ટેન્કર અનલોડ કરવામાં આવી રહી હતી એ સમયે અચાનક કોઈ પ્રકારે સ્પાર્ક મળવાથી પેટ્રોલ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.



    જમાલપુર ફાયર સ્ટેશનથી સ્ટેશન ઓફિસર રાકેશ શાહ, ડીવીઝનલ ફાયર ઓફિસર ઈનાયત શેખ સહિતનો સ્ટાફ વોટર ટેન્કર,ફાયર ફાઈટર સહિતના વાહનો સાથે ઘટના સ્થળે આગને કાબૂમાં લેવા ઘટના સ્થળે દોડી ગયો હતો.દરમ્યાન ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સહિતના અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.ફાયર ઓફિસરની મળેલી પ્રતિક્રીયા મુજબ,પાંચ જેટલા વાહનોની મદદથી ટેન્કરમાં લાગેલી આગ બુઝાવી દેવામાં આવી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Ahmedabad news, CCTV Video, Gujarati news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन