Home /News /madhya-gujarat /

જૈન વાટિકા સ્કીમના નામે 200 કરોડનું કૌભાંડ!

જૈન વાટિકા સ્કીમના નામે 200 કરોડનું કૌભાંડ!

સમગ્ર ગાંધીનગરમાં ચકચાર જગાવનાર રૂ. 200 કરોડના કૌંભાડમાં ફક્ત એક જ આરોપીની ધરપકડ થતાં ફરિયાદીઓમાં રોષની લાગણી જન્મી છે. વર્ષ 1996થી નભોઇ ગામમાં જૈન વાટીકા સ્કીમના નામે બિલ્ડર વિશ્વબંધુ પટેલે 143 પ્લોટધારકો પાસેથી પૈસા લઇને પ્લોટ બારોબાર અન્ય બિલ્ડરોને વેચી દીધા હતા. જેમાં ફરિયાદ થતાં વિશ્વબંધુ પટેલની એલસીબી પોલીસે ધરપકડ કરી છે.

સમગ્ર ગાંધીનગરમાં ચકચાર જગાવનાર રૂ. 200 કરોડના કૌંભાડમાં ફક્ત એક જ આરોપીની ધરપકડ થતાં ફરિયાદીઓમાં રોષની લાગણી જન્મી છે. વર્ષ 1996થી નભોઇ ગામમાં જૈન વાટીકા સ્કીમના નામે બિલ્ડર વિશ્વબંધુ પટેલે 143 પ્લોટધારકો પાસેથી પૈસા લઇને પ્લોટ બારોબાર અન્ય બિલ્ડરોને વેચી દીધા હતા. જેમાં ફરિયાદ થતાં વિશ્વબંધુ પટેલની એલસીબી પોલીસે ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર# સમગ્ર ગાંધીનગરમાં ચકચાર જગાવનાર રૂ. 200 કરોડના કૌંભાડમાં ફક્ત એક જ આરોપીની ધરપકડ થતાં ફરિયાદીઓમાં રોષની લાગણી જન્મી છે. વર્ષ 1996થી નભોઇ ગામમાં જૈન વાટીકા સ્કીમના નામે બિલ્ડર વિશ્વબંધુ પટેલે 143 પ્લોટધારકો પાસેથી પૈસા લઇને પ્લોટ બારોબાર અન્ય બિલ્ડરોને વેચી દીધા હતા. જેમાં ફરિયાદ થતાં વિશ્વબંધુ પટેલની એલસીબી પોલીસે ધરપકડ કરી છે.

ગાંધીનગરમાં કોબા પાસે આવેલા નભોઇ ગામમાં 143 પ્લોટધારકોને બિલ્ડર વિશ્વબંધુ પટેલે એનએ કરાવવાના બહાને પ્રિમિયમ લઇને જમીનનો સોદો પાર પાડ્યો હતો. ત્યારબાદ 143 પ્લોટની આ જમીન વિશ્વબંધુ પટેલે અમદાવાદના જાણીતા બિલ્ડર મહેશ ફકીરચંદ મહેતાને બારોબાર વેચી નાખી હતી. જેમાંથી 80 લોકોના પૈસા બિલ્ડરે ચૂકવી દીધા હતા, જ્યારે 66 લોકોના પૈસા આપવામાં વિલંબ થયો હતો. જેને લઇને 66 પ્લોટધારકોએ આ બાબતે વિવિધ જગ્યાએ કાયદાકીય લડત આપી હતી. છેવટે તેમણે એસઆઇટીમાં ફરિયાદ કરતાં ગાંધીનગર એલસીબીએ આરોપી વિશ્વબંધુ પટેલની ધરપકડ કરી છે. પણ અન્ય 9 આરોપીઓ સામે હજુ સુધી કોઇ પગલાં ભરાયા નથી.

ગાંધીનગર એલસીબીએ ફરિયાદ બાદ આરોપી વિશ્વબંધુ પટેલની ધરપકડ કરી હતી, પણ તેને કોર્ટમાં રજૂ કરે તે પહેલા જ આરોપીનું બીપી હાઇ થઇ ગયું હતું. જેના લીધે તેને ગાંધીનગર સિવિલમાં દાખલ કર્યો હતો. ગાંધીનગર સિવિલ હોસ્પીટલમાં આરોપી હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે પોલીસનો દાવો છે કે, આરોપીની ધરપકડ બાદ પૂછપરછ અને આગળની કાર્યવાહી ચાલું છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રીમાન્ડ મેળવાશે અને ત્યારબાદ અન્ય આરોપીઓ સામે પણ કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

રૂ. 200 કરોડના આ જમીન કૌભાંડમાં અમદાવાદના જાણીતા બિલ્ડરો અને તેમના પરિવારનો પણ આરોપી તરીકે સમાવેશ કરાયો છે, ત્યારે હવે ફરિયાદીઓ આશા રાખી રહ્યાં છે કે, અન્ય આરોપીઓની પણ ઝડપથી ધરપકડ થાય અને તેમને પોતાના પ્લોટ પાછા મળે. પ્લોટ પાછા મળશે તો જ તેમને ન્યાય મળ્યો ગણાશે. ત્યારે જોવાનું એ રહે છે કે, આ કૌભાંડનો રેલો ક્યાં સુધી પહોંચે છે અને ફરિયાદીઓને ક્યારે ન્યાય મળે છે.
First published:

Tags: આરોપી`, કૌભાંડ, ગાંધીનગર`, ઘરપકડ, જમીન, ફરિયાદી, બિલ્ડર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन