પોલીસ માટે અમદાવાદની 143મી રથયાત્રા યાદગાર રહેશે, પહેલા નથી જોયો આવો માહોલ

પોલીસ માટે અમદાવાદની 143મી રથયાત્રા યાદગાર રહેશે, પહેલા નથી જોયો આવો માહોલ
બંદોબસ્તમાં રહેલી અમદાવાદ પોલીસ.

રથયાત્રા એ પોલીસ માટે એક બંદોબસ્ત જ નહીં પણ એક ઉત્સવ પણ છે. કેમ કે રથયાત્રા એ અમદાવાદ અને ગુજરાત પોલીસનો સૌથી મોટો પોલીસ બંદોબસ્ત હોય છે.

  • Share this:
અમદાવાદ : કોરોના મહામારી (Coronavirus)ને કારણે આ 143મી રથયાત્રા (Ahmedabad Rath Yatra)શહેરની નગરચર્યાએ ન નીકળી શકતા તમામ લોકોને અફસોસ અને દુઃખી છે. રથયાત્રાનું નામ પડતા સૌથી પહેલા લોકો પોલીસ (Gujarat Police)ને યાદ કરતા હોય છે. કારણ કે આ યાત્રા સફળપૂર્વક પૂર્ણ કરવાનો શ્રેય માત્ર અમદાવાદ અને ગુજરાત પોલીસના શીરે જતો હોય છે. તેમાંય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) રથયાત્રાના એક માસ અગાઉથી તૈયારી શરૂ કરી દેતી હોય છે. ક્રાઇમ બ્રાંચને વર્ષોથી ત્રણેય રથની ખાસ જવાબદારીઓ સોંપવામાં આવતી હોય છે.

રથયાત્રા એ પોલીસ માટે એક બંદોબસ્ત જ નહીં પણ એક ઉત્સવ પણ છે. કેમ કે રથયાત્રા એ અમદાવાદ અને ગુજરાત પોલીસનો સૌથી મોટો પોલીસ બંદોબસ્ત હોય છે. રથયાત્રામાં ગુજરાત પોલીસના ચુનિંદા અધિકારીને સ્પેશિયલ આદેશ કરીને અમદાવાદ રથયાત્રા બંદોબસ્તમાં પણ બોલવામાં આવતા હોય છે. આ 143મી રથયાત્રામાં પણ પોલીસ એક મહિનાથી કસર કસી રહી હતી.

એકતરફ કોરોનાને લઈને પોલીસના માથે કામનું ભારણ અને બીજી તરફ રથયાત્રા બાબતે પણ એક્શન પ્લાન ઘડવા સહિતની કામગીરી પોલીસના માથે હતી. એક માસથી પોલીસ તૈયારી કરી રહી હતી પણ નવાઈની વાત એ પણ છે કે યાત્રા નીકળશે કે નહીં તેનો નિર્ણય મોડી રાત સુધી ન આવતા પોલીસ પણ આખી રાત જાગી હતી અને સવારે રોડ પર બંદોબસ્તમાં લાગી ગઈ હતી.અનુભવી અધિકારીઓ કહે છે કે જ્યારે રથયાત્રાનો બંદોબસ્ત આવે ત્યારે લોકો એવું માને છે કે પોલીસ થાકી જાય છે પણ પોલીસ શ્રદ્ધા અને વિશ્વાસ તથા દિલથી ભગવાનની સેવારૂપે બંદોબસ્ત કરતા તેઓને થાક લાગતો નથી. સતત 22 કિલોમીટરની યાત્રામાં ભર તડકામાં પોલીસ દોડતી હોય છે. ખાસ ક્રાઇમ બ્રાન્ચની સ્ક્વૉડ એ જ જુસ્સાથી કામ કરતી હોય છે. આ વખતે આ લહાવો ન મળતા પોલીસ પણ ક્યાંક નારાજ જોવા મળી હતી અને અગાઉના બંદોબસ્તને વાગોળી રહી હતી.

આ બંદોબસ્તમાં પોલીસ ભક્તોને ખૂબ પ્રેમથી દૂર રહેવા સમજાવતી હોય છે. આજે પણ જ્યારે જગન્નાથ મંદિરમાં લોકો આવવા લાગ્યા હતા ત્યારે પોલીસે નમરભાવે લોકોને સંયમ પાળીને પ્રવેશ આપ્યો હતો. ગૃહમંત્રીની હાજરીમાં અનેક ભક્તોને રોકતા હોવાનું જણાતા પ્રદીપ સિંહે સેકટર 1 જેસીપી અમિત વિશ્વકર્માને ઠપકો આપ્યો હતો બાકી કોઈ પણ ભક્તોમાં અસંતોષ જોવા મળ્યો ન હતો.

આ પણ વાંચો : 
Published by:News18 Gujarati
First published:June 23, 2020, 12:23 pm

ટૉપ ન્યૂઝ