અમદાવાદઃ મિત્રને મોબાઈલ વાપરવા આપવો ભારે પડ્યો, પોતાની પત્ની સાથે વાતો કરવાનો ભાંડો ફૂટ્યો, પછી થઈ જોવા જેવી

અમદાવાદઃ મિત્રને મોબાઈલ વાપરવા આપવો ભારે પડ્યો, પોતાની પત્ની સાથે વાતો કરવાનો ભાંડો ફૂટ્યો, પછી થઈ જોવા જેવી
પ્રતિકાત્મક તસવીર

તું મારી પત્ની સાથે કેમ મોબાઇલમાં વાતો કરે છે ત્યારબાદ ગાળો આપી માર મારવા લાગ્યો હતો.

  • Share this:
ગુજઅમદાવાદ: મિત્રનો મોબાઇલ ફોન (mobile phone) ખરાબ થઇ જતા મિત્રએ તેનો અગાઉ વાપરતો હતો તે ફોન મિત્રને વાપરવા માટે આપ્યો હતો. જો કે, જે ફોન વાપરવા આપ્યો તેમાં તેની પત્ની સાથે કરેલી વાતોના વિવિધ રેકોર્ડિંગ (Recording) રહી ગયા હતા. રેકોર્ડિંગ સાંભળ્યા બાદ પતિ ઉશ્કેરાયો હતો. ત્યારબાદ પતિ-પત્નીએ યુવકને મારવાનો પ્લાન બનાવી તેને બોલાવ્યો હતો. યુવક આવતા પતિ-પત્ની (Husband-wife) સહિત એક યુવકે તેને ફટકાર્યો હતો અને ઘર ખાલી કરી જતા રહેવા ધમકી આપી હતી. આ મામલે યુવકે પતિ-પત્ની સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે (police complaint) તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક યુવક પોતાની પત્ની સાથે રહે છે. આ યુવકે તેના જ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે મિત્રતા થઇ હતી. જેથી તેઓ એક બીજાના ઘરે આવ જાવ કરતા હતા. આ દરમિયાન મિત્ર એવા યુવકની પત્ની સાથે ગોમતીપુરમાં રહેતો યુવક વાતચીત કરતો હતો. યુવકની પત્નીના કહેવાથી મિત્રએ મિત્રને 10 હજાર હાથ ઉછીના આપ્યા હતા.2 ઓક્ટોબરના રોજ આ યુવકનો મોબાઇલ ખરાબ થઇ ગયો હતો. જેથી તેણે તેના ગોમતીપુર ના મિત્ર પાસે મોબાઇલ માગ્યો હતો. તે અગાઉ વાપરતો હતો તે મોબાઇલ તેની પાસે પડ્યો હોવાથી તેણે મિત્રને વાપરવા માટે આપ્યો હતો. જો કે, જે મોબાઇલ મિત્રને વાપરવા આપ્યો હતો. તેમાં જ તેની પત્ની સાથે ગોમતીપુર ના યુવકે કરેલી વાતચીતના રેકોર્ડિંગ રહી ગયા હતા. જેથી મિત્રએ તે રેકોર્ડિંગ સાંભળી લીધા હતા. જેથી આ મામલે બન્ને મિત્રો વચ્ચે તકરાર થઇ હતી.

આ પણ વાંચોઃ-વિચિત્ર અકસ્માતઃ રિવર્સ ગિયરમાં કાર ચાલું થતા લાગ્યો જોરદાર ઝાટકો, ઝાડ અને કારના દરવાજા વચ્ચે ફસાતા મહિલાનું મોત

આ દરમિયાન ગઇકાલે સવારે મિત્રની પત્નીએ વોટ્સ એપ કોલ કરી કહ્યું હતું કે, તમારા પૈસા લઇ જાવ અને મારે નિકોલ મંદિર બાધા પુરી કરવા જવાનું છે તો તું મને કાલીદાસ કંપાઉન્ડથી લઇ જા. જેથી યુવક મિત્રની પત્નીને લેવા માટે ત્યાં પહોંચ્યો હતો. ત્યારે યુવતી એકલી ઉભી હતી. જેથી યુવક તેની પાસે પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ-25 વર્ષની મહિલા નવા જુત્તા ખરીદવા માટે બ્લેક માર્કેટમાં વેચી રહી હતી પોતાની પુત્રી, રંગેહાથ ઝડપાઈ

આ પણ વાંચોઃ-વૈભવી ઘરમાં રહેતી હતી ભ્રષ્ટાચારી આંગણવાડીની સામન્ય મહિલા કર્મચારી, સોના-ચાંદીના ઘરેણાંની છે શોખીન

આ દરમિયાન યુવતીનો પતિ અને તેના ભાઇ રીક્ષા લઇ ત્યાં આવી પહોંચ્યા હતા. મિત્રએ મિત્રને પકડી કહ્યું હતું કે, તું મારી પત્ની સાથે કેમ મોબાઇલમાં વાતો કરે છે ત્યારબાદ ગાળો આપી માર મારવા લાગ્યો હતો. આ સમયે મિત્ર એવા યુવક સાથે આવેલ તેના ભાઇએ પણ ગોમતીપુરના યુવકને ફટકાર્યો હતો. યુવતી પણ યુવકને ગાળો બોલવા લાગી હતી.


આ દરમિયાન યુવતીનો પતિ હોકી લઇ આવ્યો હતો અને ફટકારી કહ્યું હતું કે, ગોમતીપુર વિસ્તારમાંથી પાંચ દિવસમાં તારું મકાન ખાલી કરી દેજે નહીંતો જાનથી મારી નાંખીશું. આ દરમિયાન બુમાબુમ થતા આસપાસના લોકો આવી ગયા હતા. જેથી યુવતી, તેનો પતિ અને તેની સાથે આવેલ યુવક પલાયન થઇ ગયા હતા. આ મામલે ગોમતીપુર ના યુવકે ગોમતીપુર પોલીસ મથકમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:October 11, 2020, 10:50 am

ટૉપ ન્યૂઝ