ચિદમ્બરમે કહ્યુ- હું નાણામંત્રી હોત તો રાજીનામું આપી દીધું હોત, આ નોટબંધી નહીં માત્ર નોટ બદલી

Haresh Suthar | Pradesh18
Updated: November 28, 2016, 12:19 PM IST
ચિદમ્બરમે કહ્યુ- હું નાણામંત્રી હોત તો રાજીનામું આપી દીધું હોત, આ નોટબંધી નહીં માત્ર નોટ બદલી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમે રવિવારે કહ્યું કે જો તે નાણામંત્રી હોત અને વડાપ્રધાન નોટબંધી મામલે ભાર મુકતાં તો તે રાજીનામું આપી દેતા. સાથોસાથ તેમણે સ્પષ્ટ કર્યું કે આ નોટબદલી છે નોટબંધી નહીં.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમે રવિવારે કહ્યું કે જો તે નાણામંત્રી હોત અને વડાપ્રધાન નોટબંધી મામલે ભાર મુકતાં તો તે રાજીનામું આપી દેતા. સાથોસાથ તેમણે સ્પષ્ટ કર્યું કે આ નોટબદલી છે નોટબંધી નહીં.

  • Pradesh18
  • Last Updated: November 28, 2016, 12:19 PM IST
  • Share this:
નવી દિલ્હી #કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમે રવિવારે કહ્યું કે જો તે નાણામંત્રી હોત અને વડાપ્રધાન નોટબંધી મામલે ભાર મુકતાં તો તે રાજીનામું આપી દેતા. સાથોસાથ તેમણે સ્પષ્ટ કર્યું કે આ નોટબદલી છે નોટબંધી નહીં.

પૂર્વ કેન્દ્રિય નાણાં મંત્રી પી ચિદંબરમે રાજધાની દિલ્હીમાં યોજાયેલા એક સાહિત્ય મહોત્સવમાં પત્રકારોએ પુછ્યું કે, જો તે નાણાં મંત્રી અરૂણ જેટલીની જગ્યાએ હોત તો શું કરતા? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જો વડાપ્રધાન મને કહેતા કે મારે 1000 અને 500 રૂપિયાની નોટ રદ કરવી છે તો હું એમને આવું ન કરવા કહેતો અને આવો નિર્ણય હું ન લેવા દેતો.

તેમણે કહ્યું કે હું એમને તથ્યો અને આ અંગે આંકડાકીય માહિતી આપતો. પરંતુ જો તેઓ આ નિર્ણય પર અડગ રહેતા અને મને આમ કરવા કહેતા તો હું ફટાક કરતાં મારૂ રાજીનામું એમને આપી દેતો.

નોટબંધી મામલે સરકાર સામે નિશાન સાધતાં ચિદંબરમે દાવો કર્યો કે, આ કદમ ભ્રષ્ટાચાર, નકલી નોટો અને કાળાબજારી જેવા અનિષ્ટોને નાથી નહીં શકે કે જે રીતે પીએમ મોદી કહી રહ્યા છે. જોકે તેમણે કહ્યું કે, માત્ર ટૂંકા ગાળા માટે આ ફાયદારૂપ હોઇ શકે કે જેથી શહેરી વિસ્તારમાં લોકો ડિજિટલ લેણદેણ કરતા થશે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ સત્તામાં હતી, એ કારણોસર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવો તર્કહીન છે. પરંતુ એમણે એ વાતનો સ્વીકાર કર્યો છે કોંગ્રેસ અને એના મંત્રીઓ ભ્રષ્ટાચારને નાથવા માટે સંપૂર્ણ સતર્ક ન હતા.

ચિદંબરમે કહ્યું કે, ભ્રષ્ટાચારના મામલા તમામ સરકારોમાં રહ્યા છે અને હું એનો ઇન્કાર નથી કરી શકતો. યૂપીએના 10 વર્ષના કાર્યકાળમાં ભ્રષ્ટાચારના કિસ્સા નોંધાયા છે. કોઇએ પણ એવું નથી કહ્યું કે, તમે કોંગ્રેસના મંત્રીને સજા એટલા માટે ના આપો કે તે કોંગ્રેસના નેતા છે.
First published: November 28, 2016
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,203,128

     
  • Total Confirmed

    1,677,664

    +74,012
  • Cured/Discharged

    372,939

     
  • Total DEATHS

    101,597

    +5,905
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres