ગુજરાત મહારાષ્ટ્રમાં કુરિયર કંપનીની આડમાં હવાલા રેકેટ, કરોડો રૂપિયા જપ્ત
ગુજરાત મહારાષ્ટ્રમાં કુરિયર કંપનીની આડમાં હવાલા રેકેટ, કરોડો રૂપિયા જપ્ત
#મધ્યપ્રદેશના ઇન્દોરમાં ઇન્કમટેક્સ વિભાગે કુરિયર કંપનીની આડમાં ચાલી રહેલા હવાલા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ઇન્કમટેક્સ વિભાગે શ્રીવર્ધન કોમ્પલેક્ષમાં ચાર ઠેકાણે દરોડા પાડી કાર્યવાહી કરતાં દોઢ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. કહેવાય છે કે દરરોજ કરોડો રૂપિયા હવાલાના મારફતે મહારાષ્ટ્ર અને ગુજરાત મોકલાતા હતા.

અમદાવાદ #મધ્યપ્રદેશના ઇન્દોરમાં ઇન્કમટેક્સ વિભાગે કુરિયર કંપનીની આડમાં ચાલી રહેલા હવાલા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ઇન્કમટેક્સ વિભાગે શ્રીવર્ધન કોમ્પલેક્ષમાં ચાર ઠેકાણે દરોડા પાડી કાર્યવાહી કરતાં દોઢ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. કહેવાય છે કે દરરોજ કરોડો રૂપિયા હવાલાના મારફતે મહારાષ્ટ્ર અને ગુજરાત મોકલાતા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ઇન્કમટેક્સની ઇન્વેસ્ટીગેશન વિંગના 20થી વધુ અધિકારીઓની ટીમે સઘન પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા હતા. જેમાં મોટા પાયે કાચી પાચી પાવતીઓને મારફતે કરોડો રૂપિયા અન્ય શહેરોમાં મોકલવામાં આવતા હતા.
ઇન્કમટેક્સ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં આ હવાલા રેકેટના તાર શરાબ, પ્રોપર્ટી સહિત મોટા માથાઓ સુધી જોડાયેલા છે.
ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી દરમિયાન પણ ઘણા લોકો અહીં પૈસા મોકલવા માટે આવ્યા હતા. એવા ઘણા લોકોની પણ ઇન્કમટેક્સ વિભાગે પુછપરછ કરી છે. દરોડા દરમિયાન ઘણા વાંધાજનક દસ્તાવેજ પણ મળ્યા છે. તપાસ ટીમે અહીંથી દસ્તાવેજોની સાથોસાથ કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક અને અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે.
ઇન્કમટેકસ વિભાગની ટીમે કુરિયર કંપનીની આડમાં હવાલા રેકેટ ચલાવી રહેલા લોકોની સઘન પુછપરછ હાથ ધરી છે. તપાસ અધિકારીઓને આશા છે કે તપાસમાં ઘણા મોટા માથાઓ બહાર આવશે અને કરોડોના હવાલા રેકેટનો પણ પર્દાફાશ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર