મુખ્યમંત્રી રાહતનિધિ ફંડ મુદ્દે થઈ જાહેરહિતની અરજી, વેબસાઈટ બનાવવા કરાઈ રજૂઆત

News18 Gujarati
Updated: March 31, 2019, 7:30 AM IST
મુખ્યમંત્રી રાહતનિધિ ફંડ મુદ્દે થઈ જાહેરહિતની અરજી, વેબસાઈટ બનાવવા કરાઈ રજૂઆત
પ્રતિકાત્મક તસવીર

મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાં થતી આવક, દાતાઓના નામ અને તેમાથી થતા ખર્ચાઓ, તે રકમનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે તેવી માહીતી તેમને કાયદા પ્રમાણે મુખ્યમંત્રી રાહતનીધીની વેબસાઈટ બનાવી અને તેના પર જાહેર હિતમાં મુકાવી જોઈએ

  • Share this:
મુખ્યમંત્રી રાહત નિધી ફંડને લઈને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામા આવી છે. તેમાં અરજદાર દ્વારા એવી રજુઆત કરાઈ છે કે, મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાં થતી આવક, દાતાઓના નામ અને તેમાથી થતા ખર્ચાઓ, તે રકમનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે તેવી માહીતી તેમને કાયદા પ્રમાણે મુખ્યમંત્રી રાહતનીધીની વેબસાઈટ બનાવી અને તેના પર જાહેર હિતમાં મુકાવી જોઈએ.

સામે સરકાર તરફી રજુઆત થઈ હતી કે આ ખાનગી ફંડ છે અને તે માહીતી અધીકાર હેઠળ આવતુ નથી. જો કે અરજદારે કોર્ટમાં એવી રજુઆત કરી હતી કે આ ફંડ રાજ્યના મુખ્યમંત્રીના નામે બનેલ છે જેમા મુખ્યમંત્રી ચેરમેન તરીકે, મહેસુલ મંત્રી સભ્ય તરીકે, ચીફ સેક્રેટરી પણ સભ્ય અને મહેસુલ વિભાગના બે અધીકારીઓ સભ્ય તરીકે નીમાય છે તથા અન્ય 7 થી વઘુ અધીકારીઓ તેમાં ફરજ નિભાવે છે આ તમામ સભ્યો જાહેર સેવક એટલે કે પબ્લીક સર્વન્ટ ની વ્યાખ્યામાં આવે છે અને રાજ્ય સરકારની તીજોરીમાંથી પગાર મેળવે છે.

આ ફંડનો ઉપયોગ સરકારી ફંડમાં પણ થાય છે જેથી તેની વિગતો વેબસાઈટના માધ્યમથી જાહેર કરવી જરુરી બને છે. કોર્ટે રજુઆતોને ધ્યાને લઈ મુખ્યમંત્રી રાહતનીધી ફંડને લગતી તમામ વિગતો આગામી 18 એપ્રીલના રોજ થનારી સુનવણી દરમ્યાન કોર્ટમાં રજુ કરવા નિર્દેશ આપ્યા છે.

અરજદાર ચંન્દ્રવદન ધ્રુવે જણાવ્યું કે, સરકાર વતી રજુઆત હતી કે આ ફંડ પ્રાઈવેટ ફંડ છે જે માહીતી અધીકાર હેઠળ આવતુ નથી. મારા દ્વારા રજુઆત કરાઈ કે, આ ફંડનો સરકારી ફંડમાં પણ ઉપયોગ થાય છે. તેથી આ ફંડ માટેની તેમની પોતાની વેબસાઈટ બનાવી તેના પર સમગ્ર વિગતો મુકવી જોઈએ. સમગ્ર બાબતોને ધ્યાને રાખી આ ફંડમાં જે કોઈ રકમ જમા થઈ છે અને તેનો કઈ રીતે ઉપયોગ કરવામા આવે છે તેવી વિગતો હાઈકોર્ટમાં રજુ કરવા નિર્દેશ આપેલા છે.
Published by: kiran mehta
First published: March 30, 2019, 11:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading