ઈસરો ચીફ કે સીવન અમદાવાદમાં, 2022 પહેલા મેન ટુ સ્પેશ મિશન લોન્ચ કરવાનો લક્ષ્યાંક

News18 Gujarati
Updated: September 26, 2019, 5:56 PM IST
ઈસરો ચીફ કે સીવન અમદાવાદમાં, 2022 પહેલા મેન ટુ સ્પેશ મિશન લોન્ચ કરવાનો લક્ષ્યાંક
ઇશરો ચીફ અમદાવાદ એરપોર્ટ ઉપરની તસવીર

કે સીવનને એરપોર્ટ ઉપર મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ઇસરો નાના સેટેલાઇટ લોન્ચ કરવા માટે વ્હીકલ બનાવશે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદઃ ઈસરોના (isro) ચેરમેન કે સીવન (chairman k sivan)અમદાવાદની (Ahmedabad)મુલાકાતે આવી પહોચ્યા હતા. કે સીવન આઇએસએસસીની કોન્ફરન્સમા ઉપસ્થિત રહેશે..જોકે કોન્ફરન્સ સીસ્ટમ એન્જીનીયરીંગ ફોર નેશનલ ડેવલપમેન્ટ વિષય પર યોજાનાર છે.

કે સીવનને એરપોર્ટ ઉપર મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ઇસરો નાના સેટેલાઇટ લોન્ચ કરવા માટે વ્હીકલ બનાવશે. જે ભારત માટે મહત્વનું રહેશે. તે કોસ્ટ ઇફેક્ટીવ રહેશે. ઇસરો દ્વારા સુર્ય પર અભ્યાસ કરવાનું મીશન હાથ ધરવામાં આવશે.

પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયેલા ગગનયાન ક્રાયક્રમ પર ઇસરો કાર્ય કરી રહ્યું છે. 15 ઓગસ્ટ 2022 પહેલા ઇસરો ગગનયાન મીશનથી માનવને અવકાશમાં મોકલવાના લક્ષ્યાંક સાથે ઇસરો ચાલી રહ્યું છે. ઇસરોની ટીમ આ માટે કાર્ય કરી રહી છે. ચંદ્રયાન ટુનું ઑર્બીટર સારી રીતે કાર્યકરી રહ્યું છે.

આ પણ વાંચોઃ-પ્રાથમિક સુવિધાઓના અભાવે નરસિંહ ભગત છાત્રાલયના વિદ્યાર્થીઓએ બાંયો ચઢાવી

લેન્ડરનું કોઇ સિગ્નલ મળ્યું નથી. પણ ઑર્બીટર સારી રીતે કાર્યકરી રહ્યું છે. ચંદ્ર પર ત્રીજું યાન મોકલવું કે કેમ તે નેશનલ સ્તરની સમિતિમાં નિર્ણય થયા બાદ નક્કી થશે.
First published: September 26, 2019, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading