કાશ્મીરમાં હિંસા ભડકાવવા માટે ISIએ મોકલાવ્યા રૂપિયા 60 કરોડ!

Haresh Suthar | Pradesh18
Updated: July 14, 2016, 1:56 PM IST
કાશ્મીરમાં હિંસા ભડકાવવા માટે ISIએ મોકલાવ્યા રૂપિયા 60 કરોડ!
જમ્મુ કાશ્મીરમાં હિંસા ભડકાવવા માટે આઇએસઆઇ દ્વારા તાજેતરમાં જ હવાલા મારફતે અંદાજે 50થી 60 કરોડ રૂપિયા મોકલાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

જમ્મુ કાશ્મીરમાં હિંસા ભડકાવવા માટે આઇએસઆઇ દ્વારા તાજેતરમાં જ હવાલા મારફતે અંદાજે 50થી 60 કરોડ રૂપિયા મોકલાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

  • Pradesh18
  • Last Updated: July 14, 2016, 1:56 PM IST
  • Share this:
નવી દિલ્હી #જમ્મુ કાશ્મીરમાં હિંસા ભડકાવવા માટે આઇએસઆઇ દ્વારા તાજેતરમાં જ હવાલા મારફતે અંદાજે 50થી 60 કરોડ રૂપિયા મોકલાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

સુત્રો દ્વારા એ પણ સામે આવ્યું છે કે, પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઇએસઆઇ દ્વારા આ પૈસા મોકલવા માટે હાફિજ અને સૈયદ સલાઉદ્દીનના નેટવર્કનો ઉપયોહ કરાયો છે. ઘાટીની સ્થિતિને વધુ ખરાબ કરવા માટે હાફિજ અને સૈયદ સલાઉદ્દીને સાથે મળીને કંટ્રોલ રૂમ પણ ઉભો કર્યો છે અને એના મારફતે ઘાટીના તોફાની તત્વો સાથે સંપર્ક કરી રહ્યા છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આઇએસઆઇના અધિકારીઓ અને હાફિજ સઇદ સાથે સલાઉદ્દીનની બેઠક પણ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં જૈશના કમાન્ડર અબ્દુલ રઉફ પણ હાજર હતો. પાક ગુપ્ત એજન્સી અને ત્યાંથી ચાલી રહેલા આતંકી નેટવર્ક દ્વારા છેલ્લા એક વર્ષમાં અંદાજે 100 કરોડ રૂપિયા હવાલા મારફતે ધાટીમાં મોકલી ચુક્યા છે. ગુપ્ત એજન્સીઓએ કેટલાય આતંકીઓની વાતચીતને ઇન્ટરસેપ્ટ કરી છે.

સરહદ પારથી આતંકીઓના અંદાજે 30થી 40 ઇન્ટરસેપ્ટ પકડાયા છે. જેમાં આતંકી સેના અને સુરક્ષા જવાનોને વધુને વધુ નિશાન બનાવવા માટે કહેવાઇ રહ્યું છે. ઘાટી માટે આજે અને આવતીકાલ મહત્વપૂર્ણ છે. ગુપ્ત એજન્સીના રિપોર્ટ બાદ તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ રહેવાના આદેશ આપી દેવાયા છે.
First published: July 14, 2016, 1:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading