Home /News /madhya-gujarat /અમદાવાદ : કાળુ કામ કરનારો કાળિયો પકડાયો, ચાર વર્ષની બાળકી સાથે કર્યું હતું ગંદુ કામ

અમદાવાદ : કાળુ કામ કરનારો કાળિયો પકડાયો, ચાર વર્ષની બાળકી સાથે કર્યું હતું ગંદુ કામ

અમદાવાદ : કાળુ કામ કરનારો કાળિયો પકડાયો, ચાર વર્ષની બાળકી સાથે કર્યું હતું ગંદુ કામ

Crime News- 4 વર્ષની બાળકી ઘર બહાર રમી રહી હતી ત્યારે આરોપી બાળકીને ફોસલાવી બાજુના મકાનના બાથરૂમમાં લઈ ગયો હતો

અમદાવાદ : કહેવાય છે કે પહેલો સગો એ પાડોશી. જોકે પડોશીના સબંધને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદના (Ahmedabad)ઇસનપુર પોલીસ સ્ટેશનમાં (Isanpur Police Station)નોંધાયો છે. પાડોશીએ જ ચાર વર્ષની બાળકીને શૌચાલયમાં લઇ જઇ ગંદુ કામ (Crime News)કર્યું હતું. ઇસનપુર પોલીસે આરોપી રમેશ ઉર્ફે કાળિયાની ધરપકડ કરી છે.

રમેશ મારવાડી ઉર્ફે કાળીયાએ એ હદે કાળું કામ કર્યું છે કે તમામ મર્યાદાઓ વટાવી દીધી છે. આરોપીના ઘર પાસે રહેતા એક પરિવારને 2 પુત્રી અને પુત્ર છે. જેમાં સોથી નાની પુત્રીની ઉંમર 4 વર્ષની છે. આ 4 વર્ષની બાળકી પર આરોપી રમેશ મારવાડીની કુનજર પડી હતી. રવિવારે બપોરના સમયે 4 વર્ષની બાળકી ઘર બહાર રમી રહી હતી ત્યારે આરોપી રમેશ મારવાડીએ બાળકીને ફોસલાવી બાજુના મકાનના બાથરૂમમાં લઈ ગયો હતો.

આ પણ વાંચો - બનાસકાંઠા: પત્નીના આડા સંબંધથી કંટાળી યુવકનો આપઘાત, મરતા પહેલા વીડિયો વાયરલ કર્યો

બાળકીને લઈ ગયા બાદ બાથરૂમ અંદરથી બંધ કરી દીધું હતું અને થોડા સમય પછી 4 વર્ષની બાળકીને લઈને આરોપી બહાર આવ્યો હતો. ત્યારે માસૂમ બાળકી રડી રહી હતી અને આ બધા જ દ્રશ્યો પાડોશમાં રહેતી એક મહિલાએ જોયા હતા. જેની જાણ બાળકીના માતાને કરવામાં આવી હતી. ત્યારે આરોપીએ આ ચાર વર્ષની બાળકીના શરીરના ગુપ્ત ભાગે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું હતું. લોકોએ તેને પકડીને રાખ્યો અને પોલીસને જાણ કરી પણ આરોપી ભાગી ગયો હતો. જોકે સમયસૂચકતા દાખવી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
" isDesktop="true" id="1126833" >

આ આખી ઘટનાની જાણ 4 વર્ષની બાળકીની માતાને થતા માતાએ બાળકીને પૂછ્યું હતું. જેમાં આ બધી જ હકીકત ખરી નીકળતાં બાળકીના પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરતાની સાથે જ ફરિયાદ નોંધીને ઈસનપુર પોલીસે હવસખોર એવા આરોપી રમેશ મારવાડીની ધરપકડ કરી લીધી છે. પોલીસે વધુ તપાસની સાથે યોગ્ય પુરાવા એકઠા કરવાની તજવીજ પણ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन