Ahmedabad: શું કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ વિતરણમાં ગેરરીતિ થાય છે ? ખુદ મંદિરનાં પ્રમુખ ટ્રસ્ટીએ આપ્યો જવાબ
Ahmedabad: શું કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ વિતરણમાં ગેરરીતિ થાય છે ? ખુદ મંદિરનાં પ્રમુખ ટ્રસ્ટીએ આપ્યો જવાબ
હનુમાનના પ્રમુખ ટ્રસ્ટી સુધીર નાણાવટીના જણાવ્યા પ્રમાણે આ આખાય વિવાદમાં જે RTI કરવામાં આવી છે તે અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડને કરવામાં આવી છે
Hanuman Jayanti: અમદાવાદ (Ahmedabad News)માં શાહીબાદ કેમ્પ હનુમાન મંદિરમાં મંગળવાર અને શનિવારે રેગ્યુલર સમય કર્યા પછી હવે સપ્તાહના દિવસે પણ સવારના 6થી 7 વાગ્યા સુધી મંદિરનો સમય વધારવાની સાથે મંદિરમાં પ્રસાદનું વિતરણ શરૂ કરવા માટે ભક્તોએ અભિયાન હાથ ધર્યુ છે. રેગ્યુલર સમય કરવા માટે ટ્રસ્ટોએ ઓપરેશન કમાન્ડર સ્ટેશન હેડક્વાટર કેન્ટોનમેન્ટ અમદાવાદને કરેલી રજૂઆત માન્ય રાખવામાં આવી નથી.
આગામી 16 એપ્રિલના રોજ હનુમાન જયંતિ છે. સામાન્ય રીતે ગુજરાત ભરના મંદિરોમાં હનુમાન જયંતિ (Hanuman Jayanti)ના પ્રસંગે ભગવાનનો જન્મ દિવસ જે રીતે ઉજવાતો હોય છે એ રીતે ધામધૂમ થી ઉજવાય છે. આ વર્ષે પણ અમદાવાદના સૌથી જૂના કેમ્પ હનુમાન મંદિર (Camp Hanuman Temple) ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ભક્તોને અફસોસ ના રહે એ માટે એક હનુમાન ભક્તે અવાજ ઉઠાવ્યો છે.
અમદાવાદ (Ahmedabad News)માં શાહીબાદ કેમ્પ હનુમાન મંદિરમાં મંગળવાર અને શનિવારે રેગ્યુલર સમય કર્યા પછી હવે સપ્તાહના દિવસે પણ સવારના 6થી 7 વાગ્યા સુધી મંદિરનો સમય વધારવાની સાથે મંદિરમાં પ્રસાદનું વિતરણ શરૂ કરવા માટે ભક્તોએ અભિયાન હાથ ધર્યુ છે. રેગ્યુલર સમય કરવા માટે ટ્રસ્ટોએ ઓપરેશન કમાન્ડર સ્ટેશન હેડક્વાટર કેન્ટોનમેન્ટ અમદાવાદને કરેલી રજૂઆત માન્ય રાખવામાં આવી નથી. જેમાં હવે ફરીવાર રજૂઆત કરાશે.આ સાથે જે ભક્ત દ્વારા આરટીઆઇ કરવામાં આવી છે તેને યોગ્ય જગ્યા એ RTI ના કરી હોવાનું પ્રમુખ ટ્રસ્ટી દ્વારા જણાવાયું હતું.
આ અંગે કેમ્પ હનુમાનના પ્રમુખ ટ્રસ્ટી સુધીર નાણાવટીના જણાવ્યા પ્રમાણે આ આખાય વિવાદમાં જે RTI કરવામાં આવી છે તે અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડને કરવામાં આવી છે. જે અયોગ્ય છે. ખરેખરમાં ખરો નિર્ણય તો એડમિનિસ્ટ્રેટર કમાંડર સ્ટેશને લેવાનો હોય છે. સિક્યોરિટી સાથે મંદિરનો સમય આગામી સમયમાં બદલાશે પરંતુ મંદિરમાં ગેરરીતિને કારણે પ્રસાદ વિતરણ નહીં કરવામાં આવે બીજી તરફ મંદિર બહાર બેસતા અનેક પરિવારો પ્રસાદ અંદર લઇ જવાની ના હોવાને કારણે કંગાળ બન્યા છે.
કોરોનાકાળ બાદ અમદાવાદમાં તમામ મંદિરો નિયત સમય અને સંજોગો પ્રમાણે ફરીથી કાર્યરત થયા છે પરંતુ કેમ્પ હનુમાન ફરી નિયત સમય પર શુરૂ નથી થયું. જેને લઈને અસારવાના જગદીશ માજી દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી. જેમાં મંદિરનો સમય 7 થી 11 અને પ્રસાદ વિતરણ અંગે પૂછવામાં આવ્યું બીજી તરફ અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા આ આખાય મામલે જવાબ આપવામાં આવ્યો કે અમે ટ્રસ્ટને ના તો સમય અંગે રોક્યા છે કે ના તો પ્રસાદ વિતરણ અંગે. આ અંગે આરટીઆઇ એક્ટિવીસ્ટ જગદીશ માલીના કહેવા પ્રમાણે મંદિરનો સમય અને પ્રસાદ વિતરણની વાતો થાય છે પરંતુ અન્ય મંદિરની જેમ શુરૂ કરવામાં નથી આવતું ઘણા ભક્તોની લાગણી દુભાઈ છે. મંદિરમાં બનતો પ્રસાદ પૂજારી પરિવાર આરોગે છે જ્યારે ભક્તો માટે મંદિરમાં જે પહેલા લાડુ આપવા આવે છે તેનું વિતરણ 2 વર્ષ 8 ટ્રસ્ટીઓએ મળીને ગેરરીતિ થતી હોવાને પગલે બંધ કરી દીધું છે. આવામાં બહારથી લોકો પ્રસાદ લઈને ભોગ ધરાવે એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 6 મહિનામાં નિર્ણય લેવાશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર