અમદાવાદઃ રીક્ષા પર વૃક્ષ પડવાની ઘટના બાદ શું તંત્ર બીજી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું છે?

News18 Gujarati
Updated: August 11, 2019, 8:25 PM IST
અમદાવાદઃ રીક્ષા પર વૃક્ષ પડવાની ઘટના બાદ શું તંત્ર બીજી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું છે?
રીક્ષા ઉપર ઝાડ પડ્યાની તસવીર

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે આવેલ ભગુભાઈની ચાલીમાં વર્ષો જૂનું પીપળાનું એક વૃક્ષ નમી પડ્યું છે અને 5 મકાનો પર અટક્યું છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ રાજ્યભરમાં વરસાદી માહોલ છે. અને ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે અને વૃક્ષો પડી રહ્યા છે. નોંધનીય છે કે રવિવારે અમદાવાદમાં એક વૃક્ષ પડવાથી રીક્ષા ચાલકનું મોત પણ થયું છે. પરંતુ અમદાવાદમાં આવા અનેક વૃક્ષો મોતની જેમ નમી પડ્યા છે અને તંત્ર ને કોઈ પરવાહ નથી. અમદાવાદના માધુપુરમાં આવાજ દૃશ્યો જોવા મળી રહયા છે.

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે આવેલ ભગુભાઈની ચાલીમાં વર્ષો જૂનું પીપળાનું એક વૃક્ષ નમી પડ્યું છે અને 5 મકાનો પર અટક્યું છે. ક્યારે પણ આ વૃક્ષ ધરાશાહી થઈ શકે છે અને જેમાં 5 મકાનો પડી શકે છે. પરંતુ સ્થાનિકનું કેહવું છે કે તંત્ ને વારંવાર કેહવા છતાં કોઈ આવતું નથી અને લોકો રામ ભરોસે જીવી રહયા છે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સિઝનમાં અવારનવાર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના ઘટે છે. આ ઘટનાઓમાં અનેક વાર લોકોના મોત થાય છે તેમ છતાં તંત્ર દ્વારા તેકદારી રાખવાાં આવતી નથી. દરમિયાન અમદાવાદ શહેરમાં મણિનગર વિસ્તારમાં આજે સવારે એક વિશાળ લીમડો ધરાશાયી થયો છે. વિશાળ વૃક્ષ રીક્ષા પર જ ખાબકતા ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

વિશાળ વૃક્ષ મૂળથી ઉખડીને રીક્ષા પર ધડાકાભેર પડ્યું હતું, જેમાં એક ચાલકે જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ઝાડને ખસેડવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ રીક્ષાચલાકને બહાર કાઢવા માટે ઝાડ કાપવની જહેમત ઉઠાવી હતી. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા જવાહરચોકમાં ઘટેલી ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

 

  

 
First published: August 11, 2019
વધુ વાંચો
अगली ख़बर