Home /News /madhya-gujarat /

હિલેરી નહીં જીતે તો અમેરિકાનો વિકાસ ધૂળમાં મળશે : ઓબામા

હિલેરી નહીં જીતે તો અમેરિકાનો વિકાસ ધૂળમાં મળશે : ઓબામા

હિલેરી ક્લિંન્ટનના પ્રચારમાં અંતિમ દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું હતું કે, જો રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ચૂંટણીમાં નહીં જીતે તો એમના પ્રશાસનના છેલ્લા આઠ વર્ષમાં અમેરિકા દ્વારા કરાયેલ વિકાસ ધુળમાં મળી જશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
વોશિંગ્ટન #હિલેરી ક્લિંન્ટનના પ્રચારમાં અંતિમ દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું હતું કે, જો રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ચૂંટણીમાં નહીં જીતે તો એમના પ્રશાસનના છેલ્લા આઠ વર્ષમાં અમેરિકા દ્વારા કરાયેલ વિકાસ ધુળમાં મળી જશે.

ઓબામાએ સોમવારે મિશિગનમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતાં કહ્યું કે, જો કાલે આપણે નહીં જીતીએ તો વિકાસ ધુળમાં મળી જશે. ઓબામા એ મિશિગનને સંબોધન કરી રહ્યા હતા જે છેલ્લા કેટલાય દાયકાઓથી ડેમોક્રેટિક ઉમેદવારના પક્ષમાં મતદાન કરતો આવ્યો છે. પરંતુ આ વખતે રિપબ્લિકન પાર્ટી તરફ ઝુકાવ વધુ છે.

ફોર્ડ અને જનરલ મોટર્સ સહિત ત્રણ મોટી કાર કંપનીઓ મિશિગનમાં છે. આ કંપનીઓ વર્ષ 2008ની આર્થિક મંદીમાં પ્રભાવિત થઇ હતી. આ કંપનીઓ હવે ફરી ઉપર આવી છે અને એનો શ્રેય ઓબામા પ્રશાસનને જાય છે. છેલ્લા આઠ વર્ષમાં ઓબામા દ્વારા કરાયેલા પ્રયાસોને પગલે આ શક્ય બન્યું છે. હિલેરીના પ્રચાર માટે ઓબામા પણ મેદાનમાં ઉતરી પડ્યા છે.
First published:

Tags: અમેરિકા ચૂંટણી, બરાક ઓબામા, રાષ્ટ્રપતિ ચૂંટણી, હિલેરી ક્લિન્ટન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन