શું અમદાવાદ બની રહ્યું છે હથિયારોનું હબ? શહેરમાંથી ફરી ઝડપાયા Weapons

શું અમદાવાદ બની રહ્યું છે હથિયારોનું હબ? શહેરમાંથી ફરી ઝડપાયા Weapons
અમદાવાદમાંંથી પોલીસ ઝડપેલા હથિયારો

પોલીસે રઈશ આલમ શેખ નામના આરોપી ની ધરપકડ કરી તેની પાસે થી એક દેશી બનાવટ ની પિસ્ટલ, એક દેશી બનાવટ ની પિસ્તલનું ખાલી મેગજીન અને પાંચ નંગ કારતૂસ મળી આવ્યા છે.

  • Share this:
અમદાવાદ - અમદાવાદ શહેર હવે જાણે કે હથિયારો નું હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે છેલ્લા કેટલાક સમયથી વાત કરવામાં આવે તો અમદાવાદમાંથી હથિયારો સાથે અને આરોપીઓની ધરપકડ કરી છે. શહેરમાં વધુ બે જગ્યાએથી હથિયારો મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે.

શહેરના શાહઆલમ વિસ્તારમાંથી પી સી બી એ હથિયારો સાથે એક આરોપી ની ધરપકડ કરી છે. પોલીસે રઈશ આલમ શેખ નામના આરોપી ની ધરપકડ કરી તેની પાસે થી એક દેશી બનાવટ ની પિસ્ટલ, એક દેશી બનાવટ ની પિસ્તલનું ખાલી મેગજીન અને પાંચ નંગ કારતૂસ મળી આવ્યા છે. આરોપી ની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે આરોપી આ હથિયાર ગોમતીપુર ના યાસીન કાણીયો પાસેથી ખરીદી હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે બીજા બનાવ ની વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને બાતમી મળી હતી કે ખાનપુર કામા હોટલ થી રીવર ફ્રેન્ડ તરફ એક યુવાન હથિયાર લઇને પસાર થવાનો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોચ ગોઠવીને આ યુવાનને ઝડપી પાડવામાં આવ્યો છે. જેનું નામ સોહિલ રાઠોડ અને પોતે શાહપુર નો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :  Big News: કૉંગ્રેસના 8 પૂર્વ ધારાસભ્યો પૈકીના 5 આજે BJPમાં જોડાશે, જીતુ વાઘાણી પ્રવેશ કરાવે તેવી વકી

આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે હાથની બનાવટની પિસ્તલ જેવું એક હથિયાર જપ્ત તે કર્યું છે. આ અગાઉ પણ છેલ્લા કેટલાક દિવસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ એ હથિયાર સાથે કેટલાક આરોપીઓની ધરપકડ કરી ને હથિયાર કબ્જે કર્યા છે.

આ પણ વાંચો :  અમદાવાદ : બેંકકર્મીએ ખાતેદારોની FDનાં 1.69 કરોડ પત્નીના જ એકાઉન્ટમાં નાખી દીધા, બેન્ક સાથેની ઠગાઇનો અજીબ કિસ્સો

જ્યારે દાણીલીમડા પોલીસે  પણ કેટલાક દિવસ અગાઉ 4 હથિયાર અને 26 કારતૂસ સાથે  આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ માં પોલીસ દ્વારા આ બંને ગુના માં આરોપીઓની પૂછપરછ શરૂ કરી ને વધુ તપાસ હાથ ધરી છે કે તેઓ હથિયાર શા માટે લાવ્યા હતા.
Published by:News18 Gujarati
First published:June 27, 2020, 11:21 am

ટૉપ ન્યૂઝ