Home /News /madhya-gujarat /

અમદાવાદ : દીકરીને ઓછા માર્ક્સ આવતા IPS અધિકારીએ સ્કૂલ સામે ઠાલવ્યો રોષ

અમદાવાદ : દીકરીને ઓછા માર્ક્સ આવતા IPS અધિકારીએ સ્કૂલ સામે ઠાલવ્યો રોષ

વિપુલ અગ્રવાલ (ફાઇલ તસવીર)

આઈપીએસે સ્કૂલ તરફથી તેની દીકરીને આપવામાં આવેલા આંતરિક મુલ્યાંકન માર્ક્સ સામે સવાલ ઉઠાવ્યા છે. આ મામલે તેમણે એક ટ્વિટ પણ કર્યું છે.

    ન્યૂઝ18 ગુજરાતી : તા. 6ઠ્ઠી મેના રોજ સીબીએસઈ (Central Board of Secondary Education) તરફથી ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે કુલ 91.1% સ્ટુડન્ટ્સ પાસ થયા છે. તો 13 સ્ટુડન્ટ્સે 500માંથી 499 માર્ક્સ મેળવ્યાં છે. આ પરિણામ બાબતે IPS વિપુલ અગ્રવાલે પોતાની દીકરીની સ્કૂલ સામે રોષ ઠાલવ્યો છે. આઈપીએસ વિપુલ અગ્રવાલની પુત્રીએ ધોરણ-10ની પરીક્ષામાં 89.60 ટકા માર્ક્સ મેળવ્યા છે. વિપુલ અગ્રવાલ હાલ અમદાવાદ શહેરના જેસીપી છે. અગ્રવાલે સીબીએસઈને એક પત્ર લખીને તેની દીકરી અભ્યાસ કરી રહી હતી તે રચના સ્કૂલ સામે રોષ ઠાલવ્યો છે. આઈપીએસે સ્કૂલ તરફથી તેની દીકરીને આપવામાં આવેલા આંતરિક મુલ્યાંકન માર્ક્સ સામે સવાલ ઉઠાવ્યા છે. આ મામલે તેમણે એક ટ્વિટ પણ કર્યું છે.

    IPS વિપુલ અગ્રવાલે સીબીએસઈના ચેરમેન અનિતા કરવલને લખેલા પત્રમાં લખ્યું છે કે, "મારી પુત્રી સત્વિકા અગ્રવાલ અમદાવાદના શાહીબાગ ખાતે આવેલી રચના સ્કૂલ ખાતે અભ્યાસ કરે છે. તેણે તાજેતરમાં ધોરણ-10ની પરીક્ષા આપી હતી. તેણીએ પરીક્ષામાં 448/500 માર્ક્સ મેળવ્યા છે."

    પત્રમાં વિપુલ અગ્રવાલે પોતાની દીકરીની માર્કશીટ પણ જોડી છે. જે પ્રમાણે તેની દીકરીને સ્કૂલ તરફથી આંતરિક મુલ્યાંકનમાં અંગ્રેજી વિષયમાં 17, હિન્દીમાં 17, ગણિતમાં 15, વિજ્ઞાનમાં 17, સામાજિક વિજ્ઞાનમાં 18 માર્ક્સ આપવામાં આવ્યા છે. સ્કૂલ તરફથી આંતરિક મુલ્યાંકનમાં આઈપીએસની દીકરીને કુલ 84 ટકા માર્ક્સ પ્રાપ્ત થયા છે. જ્યારે લેખિત પરીક્ષામાં તેણીએ 91 ટકા માર્ક્સ મેળવ્યા છે. સરવાળે તેણીનું પરિણામ 86.60 ટકા થાય છે.

    આંતરિક મુલ્યાંકન પદ્ધતિ સામે ઉઠાવ્યા સવાલ

    આ સાથે જ આઈપીએસે સ્કૂલ તરફથી આંતરિક મુલ્યાંકન પદ્ધતિ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પત્ર પ્રમાણે તેની દીકરીએ જેટલા માર્ક્સ થિયરીમાં મેળવ્યા છે તેની સરખામણીમાં સ્કૂલ તરફથી તેને આંતરિક મુલ્યાંકનના માર્ક્સ ઓછા આપવામાં આવ્યા છે. સરવાળા તેણીનું પરિણામ ઓછું આવ્યું છે.

    આ સાથે જ આઇપીએસ તરફથી પત્રમાં અન્ય એક વિદ્યાર્થીની માર્કશીટ જોડવામાં આવી છે. આઈપીએસે દાવો કર્યો છે કે આ માર્કશીટ તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી છે. આ માર્કશીટમાં સ્કૂલ તરફથી તેને આંતરિક મુલ્યાંકનમાં 100 ટકા માર્ક્સ આપવામાં આવ્યા છે જ્યારે આ સ્ટુડન્ટને થિયરીના ગણિતના પેપરમાં ફક્ત 55 અને વિજ્ઞાનમાં ફક્ત 65 ટકા જ માર્ક્સ મળ્યાં છે.

    આ સાથે જ આઈપીએસ અધિકારી તરફથી આંતરિક મુલ્યાંકન પદ્ધતિને તાત્કાલિક અથવા તબક્કાવાર રદ કરવાની માંગણી કરી છે. સાથે જ આંતરિક મુલ્યાંકન બાબતે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘડવાની પણ માંગણી કરવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Marksheet, Vipul Aggarwal, અમદાવાદ, આઇપીએસ, સીબીએસઇ પરિણામ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन