Big News: આશિષ ભાટિયાની ગુજરાતના નવા DGP તરીકે વરણી

Big News: આશિષ ભાટિયાની ગુજરાતના નવા DGP તરીકે વરણી
ફાઈલ તસવીર

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાને ગુજરાતના ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. વર્ષ 2018માં મુખ્ય ઈન્ચાર્જ DGP પ્રમોદકુમાર નિવૃત થતાં સરકારે નવા DGP તરીકે શિવાનંદ ઝાના નામ પર પસંદગી કરાઈ હતી.

  • Share this:
    અમદાવાદઃ ગુજરાતના હાલતના DGP શિવાનંદ ઝા (Shivanand jha) આજે શુક્રવારે સેવા નિવૃત થઈ રહ્યા છે ત્યારે તેમની જગ્યાએ IPS આશિષ ભાટીયાની ગુજરાતના નવા ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ગુજરાતના નવા ડીજીપી (Gujarat DPG) અંગેની અટકળોનો અંત આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાને ગુજરાતના ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જોકે, ડીજીપી માટે ગુજરાત રાજ્ય સરકારે કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC)ને નવા DGP માટે નામોની યાદી મોકલી આપી હતી.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં મુખ્ય ઈન્ચાર્જ DGP પ્રમોદકુમાર નિવૃત થતાં સરકારે નવા DGP તરીકે શિવાનંદ ઝાના નામ પર પસંદગી કરાઈ હતી. એપ્રિલ-2016માં રેગ્યુલર મુખ્ય DGP પી.સી. ઠાકુરને અચાનક જ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ ઉપર મોકલાયાં હતાં. આ પછી પી.પી. પાન્ડેય, ગીથા જોહરી અને પ્રમોદકુમાર એમ ત્રણ IPS ‘ઈન્ચાર્જ’ DGP તરીકે નિવૃત્ત થયાં છે. 2016થી ગુજરાતમાં કાર્યરત સિનિયર IPS અધિકારીઓ સિનિયર મોસ્ટ IPSને જ મુખ્ય DGP પદે મુકવાનો આગ્રહ રાખતાં રહ્યાં છે અને સરકાર તેનો અમલ કરતી રહી છે.



    આ પણ વાંચોઃ-OMG: છાતીમાં વાગેલી ગોળી સાથે યુવક પહોંચ્યો પોલીસ સ્ટેશન, જોઈને બધાના ઉડી ગયા હોશ

    આ પણ વાંચોઃ-કોરોના ગાઈડલાઈનના ધજાગરા! સુરતમાં આરોગ્ય મંત્રી અને બેંક કર્મચારીઓ ફોટો પડાવવામાં ભાન ભૂલ્યા

    કોણ છે શિવાનંદ ઝા?
    રાજ્યમાં હાલ 1983ની બેચના સૌથી સિનિયર IPS તરીકે શિવાનંદ ઝા છે. શિવાનંદ ઝા અગાઉ લાંબા સમય માટે સુરત અને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને લૉ એન્ડ ઓર્ડર ઉપર તેમની પકડ જબરજસ્ત હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. મહત્વની વાત તો એ છે કે પી.સી.ઠાકુર બાદ છેલ્લા 3 વર્ષથી ગુજરાત રાજ્યમાં રેગ્યુલર ડીજીપીની પોસ્ટિંગ કરવામાં આવી નથી. પરંતુ શિવાનંદ ઝાને ગુજરાત રાજ્યના 37 મા રેગ્યુલર ડીજીપી બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.




    આશિષ ભાટિયા અંગે

    1985ની બેચના IPS અધિકારી અન્ય બંને અધિકારીઓ કરતા જુનિયર હોવા છતાં DGPની રેસમાં આગળ હતા. કારણ કે બીજા બંને અધિકારીઓ અત્યારે કેન્દ્રીય સ્તરે ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવી રહ્યા છે. તેઓ સરકારની ગુડ બુકમાં હોવાનું કહેવાય છે. તેઓ મે 2022 સુધી DGની પોસ્ટ ઉપર રહેશે. અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા.
    Published by:ankit patel
    First published:July 31, 2020, 18:07 pm

    ટૉપ ન્યૂઝ