Home /News /madhya-gujarat /

અમદાવાદના નવા પોલીસ કમિશ્નર બનશે IPS આશિષ ભાટીયા

અમદાવાદના નવા પોલીસ કમિશ્નર બનશે IPS આશિષ ભાટીયા

IPS આશિષ ભાટીયા

આશિષ ભાટીયા અમદાવાદના માહોલ, ગુનેગારો અને ક્રાઈમ માફિયાઓથી સારી રીતે વાકેફ છે

    રાજ્ય ગૃહ વિભાગ દ્વારા દિવાળી પહેલા રાજ્યના સિનિયર આઈપીએસ અધિકારીઓની ફેરબદલી કરવાની કવાયત હાથ ધરવામાં આવે તેવી પુરી શક્યતા છે. એક જાણીતી ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદના પોલીસ કમિશ્નર અનુપકુમાર સિંગની જગ્યા પર ગુજરાતના સીઆઈડી ક્રાઈમના વડા અને ડીજીપી આશિયા ભાટિયાની બદલી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

    તમને જણાવી દઈએ કે, આઈપીએસ અધિકારી આશિષ ભાટીયા ભલભલા યુવાન કર્મીઓને પણ શરમાવે તેવા સ્ફૂર્તીલા છે. આ ઉંમરે પણ તેઓ હમણાં અમદાવાદ પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલી મેરેથોન દોડમાં સ્ટાફને પ્રોત્સાહિત કરવા માટે 11 કિમી સુધી દોડ્યા હતા. આ મેરેથોન દોડમાં અન્ય ચાર આઈપીએસ અધિકારીઓએ પણ તેમની જેમ દોડમાં ભાગ લીધો હતો.

    આશિષ ભાટીયા સ્વભાવે શાંત અને મક્કમ મનના અધિકારી તરીકે જાણીતા છે. તેમની ક્રાઈમ ટેક્શનમાં પકડ મજબૂત છે. આશિષ ભાટીયા અમદાવાદના ડીસીપી તરીકે તેમજ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશ્નર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. આશિષ ભાટીયા હાલના ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાના 2020માં નિવૃત થયા બાદ ગુજરાતના મુખ્ય ડીજીપી તરીકે આશિષ ભાટીયા રેસમાં પ્રથમ નંબર પર છે.

    આશિષ ભાટીયા વિશે થોડી વધુ વાત કરીએ તો, તેઓ જ્યારે ડીએસપી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે કેટલાક એન્કાઉન્ટરમાં, તથા અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશ્નર હતા ત્યારે તેમના તાબામાં રહેલા એક આરોપીનું શંકાસ્પદ મોત થયું હતું, તે મુદ્દે વધુ ચર્ચામાં આવ્યા હતા. જોકે એક મામલામાં કોઈ કાર્યવાહી થઈ ન હતી, અને આરોપીના શંકાસ્પદ મોતના મામલામાં તપાસ થઈ ગયા બાદ તેનો રિપોર્ટ સુપ્રિમ કોર્ટમાં સોંપવામાં આવી ગયો છે.

    ઉલ્લેખનીય છે કે, આશિષ ભાટીયાની ઈમેજને નુકશાન કરે કે તેમને પોલીસ કમિશ્નર બનતા અટકાવી શકે તેવો કોઈ કેસ કે તપાસ પડતર નથી. આ સિવાય આશિષ ભાટીયા અમદાવાદના માહોલ, ગુનેગારો અને ક્રાઈમ માફિયાઓથી સારી રીતે વાકેફ છે. જેથી રાજ્ય સરકાર તેમને અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે જવાબદારી સોંપે તેવી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ahmedabad police, Ahmedabad's Police Commissioner, IPS Ashish Bhatia, આઇપીએસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन