કોરોનામાં કલાકારો સંકટમાં, આર્થિક સહાય માટે ગુજરાત આર્ટિસ્ટ એસોસિએશનની સીએમને રજુઆત

કોરોનામાં કલાકારો સંકટમાં, આર્થિક સહાય માટે ગુજરાત આર્ટિસ્ટ એસોસિએશનની સીએમને રજુઆત
કોરોનામાં કલાકારો સંકટમાં, આર્થિક સહાય માટે ગુજરાત આર્ટિસ્ટ એસોસિએશનની સીએમને રજુઆત

રાજ્યના સંગીત, નાટય, ચલચિત્ર જેવા અલગ અલગ કલા સાથે સંકળાયેલા કલાકારોની હાલત કફોડી થઈ રહી છે

  • Share this:
અમદાવાદ : કોરોનામાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત સૌ કોઈની છે. કલાના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારો પણ બાકાત રહ્યા નથી. કારણ કે સંક્રમણ જેમ-જેમ વધી રહ્યું છે તેમ તેમ રાજ્યના સંગીત, નાટય, ચલચિત્ર જેવા અલગ અલગ કલા સાથે સંકળાયેલા કલાકારોની હાલત કફોડી થઈ રહી છે . રાજ્યના આવા 8 હજાર કલાકારોની સ્થિતિ મુશ્કેલ થતા ગુજરાત આર્ટિસ્ટ એસોસિએશનએ રાજ્ય સરકારને આર્થિક સહાયની માંગ કરી છે.

રાજ્યમાં લગ્નની સિઝન અને નવરાત્રીના તહેવારમાં જ જે કલાકારો આખા વર્ષની કમાણી કરી લેતા હતા તે કલાકારોના આજે ખસતા હાલ છે કારણ કે લગ્નની સિઝન તો પૂર્ણ થઈ ગઈ અને હવે આગામી તહેવાર છે નવરાત્રિ. જેના માટે કલાકારોએ તૈયારી તો ખૂબ કરી છે પણ નવરાત્રી યોજાશે કે નહીં તે વિચાર જ તેમને ડરાવી રહ્યો છે.આ પણ વાંચો - ગુજરાત કોંગ્રેસના મહામંત્રીએ અગ્રિમ કોરોના વોરિયર્સ, પોલીસ કર્મીનાં પરિવારને 30 લાખ સુધી મેડીક્લેઇમ આપવાની માંગણી કરી

સંગીત, ગાયક, ઓરકેસ્ટ્રા, નાટય જેવી અલગ અલગ કલા સાથે સંકળાયેલા કલાકારો મુશ્કેલીમાં છે. 8 હજાર કલાકારો જેની સાથે જોડાયેલા છે તેવા ગુજરાત આર્ટિસ્ટ એસોસિએશનના પ્રમુખ નિકેત આચાર્યએ જણાવ્યું હતું કે કોરોનાના આ કાળમાં 3થી 4 કલાકારો આર્થિક સંકડામણમાં સ્યુસાઇડ કરી ચૂક્યા છે. જ્યારે કેટલાક કલાકારો કોરોનાથી સંક્રમિત થયા છે. એસોસિએશન સાથે જોડાયેલા ઘણા એવા કલાકારો છે જેઓ જરૂરિયાતમંદ છે. તો કેટલાક એવા કલાકારો છે જેઓની હાલત આ કોરોનાના લોકડાઉનમાં કફોડી થઈ છે. લોનના હપ્તા, મકાનના ભાડા, સાધનોના ભાડા વધુ તકલીફ આપી રહ્યા છે. જેથી મદદની માંગ કલાકારો કરી રહ્યા છે. આથી એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી રજુઆત કરવામાં આવી હતી.

રજુઆતમાં કલાકારો માટે આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જ્યાં સુધી કાર્યક્રમો શરૂના થાય ત્યાં સુધી બેન્ક લોનના હપ્તા ચુકવવામાં રાહત આપવામાં આવે. કલાકારો માટે 7 લાખની લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જાહેર કરવામાં આવે, કલાકારોને ઉંમર અને અનુભવના આધારે મેડીકલેઇમ આપવામાં આવે તેવી અલગ અલગ માંગણીઓ મુકવામાં આવી છે. મહત્વનું છે કે કલા સંસ્કૃતિ સાથે સંકળાયેલા કલાકારોએ હવે સરકાર પાસે મદદ માટે હાથ ફેલાવ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે હવે સરકાર કઈ માગણીઓનો સ્વીકાર કરે છે.
Published by:Ashish Goyal
First published:July 28, 2020, 18:58 pm

ટૉપ ન્યૂઝ