EWS માટે 10% અનામત અંગે થયો નવો સુધારા ઠરાવ, જાણી લો વિગતો

News18 Gujarati
Updated: May 10, 2019, 8:10 AM IST
EWS માટે 10% અનામત અંગે થયો નવો સુધારા ઠરાવ, જાણી લો વિગતો
લ્હીમાં UPSC,રાજ્યમાં GPSCની તૈયારી કરતા યુવકોએ ગુજરાતમાં 10 ટકા અનામત માટે EWS સર્ટિફિકેટ નથી મળતું.

મહેસૂલી અને પંચાયતના અધિકારીઓ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે જાન્યુઆરી 2019માં જાહેર કરેલી 78 બિન અનામત જ્ઞાતિઓની યાદીમાં તમારી જ્ઞાતિ ન હોય તો EWSનું સર્ટિફિકેટ આપતા ન હતા.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્ર સરકારે આર્થિક નબળા વર્ગો EWS (Economically Backward Class) માટે 10 ટકા અનામત દાખલ કર્યા પછી બિન અનામત વર્ગોને જાતિનું પ્રમાણપત્ર મેળવવામાં ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. મહેસૂલી અને પંચાયતના અધિકારીઓ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે જાન્યુઆરી 2019માં જાહેર કરેલી 78 બિન અનામત જ્ઞાતિઓની યાદીમાં તમારી જ્ઞાતિ ન હોય તો EWSનું સર્ટિફિકેટ આપતા ન હતા. જેના કારણે વિભાગે બુધવારે નવો સુધારા ઠરાવ દ્વારા જે જ્ઞાતિઓ SC, ST, SCBCમાં નથી અને તેઓ આ લાભ લેવા પાત્ર છે તેવી જ્ઞાતિઓને EWS સર્ટિ આપવા આદેશો કર્યા છે.

78 જ્ઞાતિઓની યાદી આખરી નથી

આ ઉપરાંત બિન અનામત વર્ગો માટે જાહેર 78 જ્ઞાતિઓની યાદી આખરી નથી. આ યાદી સરળતા માટે બનાવવામાં આવી છે તેવું પણ સુધારા ઠરાવમાં જણાવી જનસેવા કેન્દ્રોથી સક્ષમ અધિકારીઓએ નિર્ધારિત સમય મર્યાદામાં જ EWS સર્ટિફિકેટ કાઢી આપવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 10% આર્થિક સવર્ણ અનામત માટે માત્ર આવક જ માપદંડ!

મેડિકલ સહિતના નવા એડમિશન સમયે લાગશે કામ

ગુજરાત સરકારે SCBCમાં 146 જ્ઞાતિઓને સમાવી છે. ભારત સરકારની ઓબીસીની યાદીમાં 106 જ્ઞાતિઓ પૈકી ગુજરાતની કેટલીક SCBC જ્ઞાતિઓ નથી. આથી, રાજ્યમાં SCBC હોય તેવી જ્ઞાતિઓને કેન્દ્રની ભરતી, એડમિશન માટે 10 ટકા અનામતના લાભ લેવા માટે EWS પ્રમાણપત્ર આપવા પણ આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં UPSC,રાજ્યમાં GPSCની તૈયારી કરતા યુવકોએ ગુજરાતમાં 10 ટકા અનામત માટે EWS સર્ટિફિકેટ નથી મળતું. જૂન-જૂલાઈથી મેડિકલ સહિતના નવા એડમિશન સમયે વહીવટીતંત્રને ઓનલાઈન સિસ્ટમમાં ઉપલબ્ધ નથી તેવી જ્ઞાતિઓને પણ હાથેથી (મેન્યુઅલી) પ્રમાણપત્રો આપવા ઠરાવને સુધારવામા આવ્યો છે.કોને મળી શકે છે EWS સર્ટિ.

1. જે લોકો EWS કેટેગરી (ગરીબ)માં આવે છે.
2. જે સવર્ણ પરિવારોની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી છે.
3. જે સવર્ણ ખેડૂતોની પાસે 5 હેક્ટરથી ઓછી જમીન છે.
4. 100 સ્ક્વેર ફુટથી ઓછી જમીનવાળું ઘર હોય.
5. શહેર(મ્યુનિસિપાલિટી)માં 109 યાર્ડથી નાનો રેસિડેન્ટલ પ્લોટ હોય
6. ગામ કે નાના શહેર (મ્યુનિસિપાલિટી એરિયા)માં 209 યાર્ડથી નાનો પ્લોટ હોય
First published: May 10, 2019, 8:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading