Home /News /madhya-gujarat /“છારાઓને હજુય 'જન્મજાત ગુનેગાર' માની અમાનુષી અત્યાચાર કરાય છે" દક્ષિણ છારા

“છારાઓને હજુય 'જન્મજાત ગુનેગાર' માની અમાનુષી અત્યાચાર કરાય છે" દક્ષિણ છારા

ફિલ્મ મેકર અને થિયેટર એક્ટિવીસ્ટ દક્ષિણ છારા

અમદાવાદમાં ગુરુવારે રાત્રે પોલીસે છારાનગરમાં રહેતા લોકો પર સિતમ વરસાવ્યો. ઘરોમાં ઘુસીને મહિલાઓ, બાળકોને માર્યા. રસ્તા પડેલા વાહનો તોડી નાંખ્યા.

  અમદાવાદમાં ગુરુવારે રાત્રે પોલીસે છારાનગરમાં રહેતા લોકો પર સિતમ વરસાવ્યો. ઘરોમાં ઘુસીને મહિલાઓ, બાળકોને માર્યા. રસ્તા પડેલા વાહનો તોડી નાંખ્યા. છારા સમાજનાં પત્રકારો, વકિલો અને કર્મશીલો તથા ફિલ્મમેકરોને પણ છોડ્યા નહીં. કેમ પોલીસ છારાઓ પર અત્યાચાર કરે છે ? કોણ છે આ છારાઓ ? ફિલ્મ મેકર અને થિયેટર એક્ટિવીસ્ટ દક્ષિણ છારા સાથે ન્યૂઝ18 ગુજરાતીએ છારા સમુદાયને લગતા વિવિધ મુદ્દાઓ વિશે વાતચીત કરી. મુલાકાતના અંશો અહીં પ્રસ્તુત છે.

  પ્રશ્ન: વાસ્તવિક રીતે ગુરુવારે છારાનગરમાં શું બન્યું ?

  જવાબ: હકીકત એવી છે કે, ગુરુવારે બે યુવાનો છારાનગર પાસે ઉભા હતા ત્યારે ખાનગી કારમાં પી.એસ.આઇ ડી.કે. મોરી ત્યાં આવ્યા. બે યુવાનો સાથે માથાકુટ કરી. પોલીસે દારૂ પીધેલો હતો. પણ આરોપ એવો લગાવ્યો કે, બે છારા યુવાનોએ દારૂ પીધો છે. બે યુવાનોએ પોલીસનો સામનો કર્યો. પણ પોલીસને વર્ષોથી એવી ટેવ છે કે, છારાઓ અમારી સામે કેમ બોલે ? તેઓ તો જન્મજાત ગુનેગારો છે. છારાઓએ પોલીસ જે કહે તે સાંભળવાનું હોય છે. બસ, આ જ વાત પર શહેરની પોલીસનો કાફલો છારાનગરમાં તૂટી પડ્યો. ઘરોમાં ઘૂસીને મહિલાઓ, બાળકો અને અમને સૌને ખૂબ માર્યા. ઘરની બહાર પાર્ક કરેલા વાહનો તોડી નાંખ્યા. ઘડીભર તો અમને એમ થઇ ગયુ કે, અંગ્રેજો પાછી આવી ગયા ?

  પ્રશ્ન: પોલીસ એમ કહે છે કે, છારાનગરમાં દારૂના અડ્ડાઓ પર રડે કરી ?

  જવાબ: દારૂના અડ્ડાઓ પર રેડ કરવાની હો. તો એમાં ઘરમાં ઘૂસીને લોકોને મારવાના હોય ? પોલીસે બેરહેમીથી અમને માર્યા છે અને આ દારૂની રેડ નહોતી પણ અમને એ અહેસાસ કરાવવા માટેનો જુલમ હતો કે, છારાઓ માપમાં રહો. તમે જન્મજાત ગુનેગાર છો. ગુજરાત મોડેલની આ વાસ્તવિક્તા છે. જ્યાં પોલીસ ઘરમાં ઘુસીને મહિલાઓ પર અત્યાચાર કરે છે. છારા સમાજના પત્રકારો, કર્મશીલો, વકીલોને માર્યા છે. અહીંના લોકો વર્ષોથી પોલીસ અત્યાચાર સહન કરે છે અને પોલીસથી ડરે છે. કેમ કે, તેમણે પોલીસનો અત્યાચાર જોયો છે.

  પ્રશ્ન: છારાઓ કેમ દારૂ ગાળે છે. ? શું બીજા વિકલ્પો નથી ?

  જવાબ: હકીકક એવી છે કે, ગુજરાતમાં નોટીફાઇડ અને ડી-નોટીફાઇડ ટ્રાઇબ્સ (NT-DNTs અથવા વિચરતા અને વિમુક્ત સમુદાયો)ની વસ્તી 45 લાખથી વધારે છે. અંગ્રેજોએ કેટલીક ટ્રાઇબ્સને જન્મજાત ગુનેગારોની યાદીમાં મૂકી હતી. અંગ્રેજો તો ગયા પણ વખતોવખતની સરકારોએ પણ આ સમુદાયોના લોકોને જન્મજાત ગુનેગોરો જ માન્યા. આ વિમુક્ત સમૂદાયોમાં છારા પણ એક સમુદાય છે. અમદાવાદના છારાનગરમાં 20,000ની વધુ છારાઓ રહે છે. જન્મતાની સાથે અમારા પર ગૂનેગારનો થપ્પો લાગે છે. છારાઓને કોઇ નોકરીએ રાખતુ નથી. જો જીવવા માટે લોકો શું કરે ? જીવવા માટે દારૂ ગાળવો પડે એ આ ગુજરાતના વિકાસ મોડેલની વરવી વાસ્તવિક્તા છે. દારૂ ગાળવો કોઇને ગમતો નથી. એ મજબુરી છે. છારાનગરમાં રહેતા લોકોને ઇચ્છાઓ—ંકાક્ષાઓ છે. તેમને પણ મોટા ઓફિસરો બનવું છે. આટલી બધી પીડાઓ વેઠીને પણ પણ આલોક ગાગડેકર, વિવેક ઘંમડે જેવા યુવીનો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવી આજે મુંબઇમાં બોલીવુડમાં છે. આ સમુદાયના લોકોએ માનભેર જીવન જીવવાની તક તો આપો.

  પ્રશ્ન: તમારા મતે છારા સમુદાયના વિકાસ માટે શું થવુ જોઇએ ?

  જવાબ: સૌથી પહેલા તો ગુજરાતમાં વસતા તમામ વિમુક્ત સમુદાયો (ડી.નોટીફાઇડ ટ્રાઇબ્સ)ને અનુસૂચિત જાતિમાં સમાવવમાં આવે. ગુજરાતમાં વિમુક્ત સમુદાયોને અન્ય પછાત વર્ગોમાં સમાવાયા છે. કારમી ગરીબી અને દારુણ પરિસ્થિતિમાં જીવતા આ સમુદાયના લોકો કઇ રાતે ભણે ? એક નાનકડા રૂમમાં છોકરાની મા દારૂ ગાળતી હોય અને તેની બાજુ તેનો છોકરો ભણે એવું આપણે કરી રીતે અપેક્ષા રાખી શકીએ ? આ સમુદાયોને અન્ય પછાત વર્ગોમાં 11 ટકા અલગથી અનામત મળવી જોઇએ. સામાજિક ન્યાય મળશે તો જ આ કચડાયેલો-રિબાયેલો સમાજ આગળ આવી શકશે.

  પ્રશ્ન: મહાશ્વેતા દેવીએ છારાનગરમાં કામ કર્યુ હતું ? શું હતુ એ કામ ?

  જવાબ: મહાશ્વેતા દેવી અને ગણેશ દેવી જેવા લેખકો-કર્મશીલોએ વિમુક્ત સમુદાયોના ઉત્થાન માટે કામ કર્યુ. મહાશ્વેતા દેવી બંગાળનાં મોટા લેખિકા હતા. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા આ લેખિકાએ અમને પ્રેરણા આપી કે, કલા દ્વારા અન્યાયનો અવાજ બુલંદ બનાવો. બુધન થિયટર દ્વારા અમે આ સમુદાયો પર થતા અત્યાચારની વાત લોકો સુંધી પહોંચાડી. 1500થી વધુ શો કર્યા. આઝાદીની વર્ષો વિત્યા પણ સમાજ અને સરકારનું વલણ વિમુક્ત સમુદાયો તરફ બદલાયું નહીં. છારાનગરમાં આટલો અમાનુષી અત્યાચાર થયો પણ સિવીલ સોસાયટીમાંથી અવાજ ન ઉઠ્યો. એ શું દર્શાવે છે ?

  પ્રશ્ન: છારાનગરમાં થયેલી પોલીસ કાર્યવાહી વિશે હવે શુ કરશો ?

  જવાબ: પોલીસ દ્વારા જે કાર્યવાહી થઇ હતી તે એક ગેરકાનુની રીતે છારા સમુદાય પર ધાક બેસાડવાનો પ્રયાસ હતો. અમારી માંગણી છે કે, આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય. સ્પેશ્યિલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના થાય અને જે પોલીસકર્મીઓ આમા સામેલ હોય તેમની સામે કાર્યવાહી થાય.
  Published by:Ankit Patel
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन