Home /News /madhya-gujarat /પાટીદારો સાથે સરકાર સમાધાન ભલે કરે પણ અમારામાંથી એક ટકો પણ ઓછો ન થવો જોઇએઃ અલ્પેશ ઠાકોર

પાટીદારો સાથે સરકાર સમાધાન ભલે કરે પણ અમારામાંથી એક ટકો પણ ઓછો ન થવો જોઇએઃ અલ્પેશ ઠાકોર

અમદાવાદ : એક તરફ પાટીદાર આંદોલનને સમેટવા સરકારના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે બીજી તરફ વ્યસન મુક્તિના નામે શક્તિ પ્રદર્શન કરી ચુકેલા તેમજ ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોરે ગર્ભીત ચિંમકી ઉચ્ચારતા સરકારને ચેતવણી આપી છે કે, સરકાર પાટીદારો સાથે સમાધાન ભલે કરે પણ ઓબીસી અને અન્ય સમુદાયોના ભોગે પાટીદારોને અનામતનો લાભ ન આપે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ : એક તરફ પાટીદાર આંદોલનને સમેટવા સરકારના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે બીજી તરફ વ્યસન મુક્તિના નામે શક્તિ પ્રદર્શન કરી ચુકેલા તેમજ ઓબીસી એકતા મંચના અલ્પેશ ઠાકોરે ગર્ભીત ચિંમકી ઉચ્ચારતા સરકારને ચેતવણી આપી છે કે, સરકાર પાટીદારો સાથે સમાધાન ભલે કરે પણ ઓબીસી અને અન્ય સમુદાયોના ભોગે પાટીદારોને અનામતનો લાભ ન આપે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે,પાટીદારોની માગ સરકાર સંતોષે તેમાં અમને કોઈ વાંધો નથી પરંતુ એમ કરવામાં અમને એટલે કે આરક્ષિત સમાજોને કોઈ નુકસાન ન થવું જોઈએ.પાટીદારો સાથે સમાધાન કરવા બનેલી સમિતિમાં અમારા 2 પ્રતિનિધિઓનો સમાવેશ થાય. જેથી આ સમગ્ર પ્રક્રિયા અમારા માટે પારદર્શક રહે. શુક્રવારે એક પ્રતિનિધી મંડળ પણ સીએમને મળશે.

ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોર આજે સીએમને મળવા પહોચ્યા છે. તેમણે  જણાવ્યું હતું કે,વ્યસન મુક્તિને લઈ મુખ્યપ્રધાન સાથે આજે મુલાકાત કરશે. સમગ્ર રાજ્યમાં વ્યસન મુક્તિ સફળ બનાવવા અપીલ કરશે.દારૂબંધીનો કડક અમલ થાય તે માટે પણ માંગણી કરાશે.જિલ્લા પ્રમાણે જનતા રેડ કરવામાં આવશે. સરકાર ચુસ્ત અમલ માટે બાંહેધરી આપે તેવી માંગ કરશે. પોતાની 17 માંગણીઓને લઈ સીએમને આવેદન પત્ર આપશે. સીએમ સાથેની મુલાકાત બાદ વિપક્ષના નેતા સાથે મુલાકાત કરશે.
First published:

Tags: અલ્પેશ ઠાકોર, ઓબીસી એકતા મંચ, ગુજરાત, પાટીદાર આંદોલન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन