International Women’s Day: જાણો અમદાવાદની એક માત્ર લાયબ્રેરી જ્યાં યુવતીઓની સુવિધા માટે છે ખાસ વ્યવસ્થા
International Women’s Day: જાણો અમદાવાદની એક માત્ર લાયબ્રેરી જ્યાં યુવતીઓની સુવિધા માટે છે ખાસ વ્યવસ્થા
પ્રતીકાત્મક તસવીર
Womens day Special: શહેરમાં એક એવી લાયબ્રેરી છે જ્યાં મહિલાઓની સુવિધા માટે રાખવામાં આવે છે ખાસ ધ્યાન. આ લાયબ્રેરી છે ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરી.
અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad News) આમ તો ઘણી લાયબ્રેરી છે પરંતુ શહેરમાં એક એવી લાયબ્રેરી છે જ્યાં મહિલાઓની સુવિધા માટે રાખવામાં આવે છે ખાસ ધ્યાન. આ લાયબ્રેરી છે ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરી. અહીં વાંચનલયમાં હજારો યુવતીઓ વાંચનનો લાભ લે છે સાથે સાથે યુવતીઓ માટે સેનેટરી નેપકિન ડિસ્પોઝલ મશીનની વ્યવસ્થા તો છે જ સાથે સેનેટરી પેડ વેન્ડિંગ મશીન કે જેમાં સિક્કો નાખો અને સેનેટરી પેડ બહાર નીકળે. આ સુવિધા પણ લાયબ્રેરીમાં આવતી યુવતીઓ માટે વિનામૂલ્યે કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની દુનિયા ભરમાં ઊજવણી થઈ રહી છે ત્યારે મહિલાઓ પ્રત્યે સન્માનના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. પરંતું ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી લાયબ્રેરી કે જે માત્ર એક દિવસ પૂરતી નહિ હંમેશા માટે મહિલાઓ પ્રત્યે માન સન્માન અને તેઓ માટે સુવિધાઓનું ખાસ ધ્યાન રાખે છે.
હાલનો આ યુગ ભલે મોર્ડન યુગ કહેવતો હોય પરંતુ આજેય યુવતીઓ કે મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરીને તેના નિકાલ માટે ક્ષોભ અનુભવતી હોય છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાત યુનિવર્સિટીના લાયબ્રેરી ડિપાર્ટમેન્ટના સંચાલકોએ તેમને ત્યાં વાંચન માટે આવતી દીકરીઓની સુવિધાનો વિચાર કર્યો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં લાયબ્રેરી ડિપાર્ટમેન્ટના વડા ડો. યોગેશ પરીખ જણાવે છે કે, ગુજરાત યુનિવર્સીટીની લાયબ્રેરીમાં દરરોજ 200થી વધુ યુવતીઓ વાંચન માટે આવે છે એ ઉપરાંત લાયબ્રેરીમાં મહિલાઓનો સ્ટાફ પણ છે. ઘણી યુવતીઓ કલાકો સુધી વાંચન મા વ્યસ્ત રહેતી હોય છે. અહીં લાયબ્રેરીમાં મોટા પ્રમાણમાં છોકરીઓ વાંચતી હોય છે તેમની સુવિધા માટે 5 વર્ષથી મશીન મુકવામાં આવ્યું છે. વિધાર્થીનિઓ માટે આ મશીન ખુબ ઉપયોગી બન્યું છે જે અમારા માટે આનંદની વાત છે. હજુએ ઘણા જાહેર સ્થળો પર આવા મશીનની સુવિધા હોતી નથી તે રાખવી જોઈએ જેથી કરીને ગંદકી અને પ્રદુષણ અટકે. એક સેનેટરી પેડમાંથી દર ચાર સેકન્ડે એક લાખ જેટલા બેક્ટેરીયા ઉત્પન્ન થાય છે. જેથી તેનો યોગ્ય નિકાલ જરૂરી છે.
તેવામાં સેનેટરી પેડનો નિકાલ કરતું આ સનબર્ન મશીન ફુલ્લી ઓટોમેટિક છે. પાવર સેવર ટેકનોલોજી ધરાવે છે. આ ઉપરાંત સેનેટરી પેડ વેન્ડિંગ મશીન કે જેમાં સિક્કો નાખો અને સેનેટરી પેડ બહાર નીકળે આ સુવિધા પણ લાયબ્રેરીમાં આવતી યુવતીઓ માટે વિનામૂલ્યે કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર