ભટનાગર બંધુના 2.5 કરોડના પર્સનલ બોન્ડ પર વચગાળાના જામીન મંજૂર

News18 Gujarati
Updated: October 4, 2019, 9:43 PM IST
ભટનાગર બંધુના 2.5 કરોડના પર્સનલ બોન્ડ પર વચગાળાના જામીન મંજૂર
અરજદાર અને તેમના વકીલ ધર્મેશ ગુર્જરે અલપેશ અને ધવલસીંહ સામે એવો આક્ષેપ કર્યો છે કે, તેમને કેસ પરત ખેચી લેવા માટે 11 કરોડ રુપીયા ની ઓફર કરવામા આવી છે. અરજદારના વકીલને 2 અજાણ્યા શખ્સોએ 11 કરોડ રૂપિયાનું પ્રલોભન આપ્યા હોવાનુ વકીલ ધર્મેશ ગુર્જરે જણાવ્યુ છે. ધર્મેશે જણાવ્યા અનુસાર, જો તે અને તેમના અસીલ આ પિટિશન પાછી ખેંચી લે, સુપ્રિમમાં અપીલ ના કરે અને અલ્પેસની 3 સીડી જે અરજદાર પાસે છે તે આપી દે તો તેમને 11 કરોડ રૂપિયા શનિવાર સાંજ સુધીમાં મળી જશે. વળી તેમને બે વાર અકસ્માતનો ડર પણ બતાવવામા આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વકીલે એમ પણ જણાવ્યું હતું કે, જે સ્થળ પર તેમને આ ઓફર કરાઈ ત્યાં CCTV લાગેલાં હતાં. એટલે આ તમામ ઘટના સિકત્વમાં કેદ થયેલ છે. જોકે, અરજદાર અને વકીલ ઘર્મેશ ગુર્જરે રુપીયા નહી લેવા અને હાઈકોર્ટમાં લડી લેવાની તૈયારી બતાવી છે.

રૂ.2654 કરોડના લોન કૌભાંડમાં કંપનીના ચેરમેન- એમ.ડી. ભટનાગર સામેનો આ કેસ છે

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: કરોડો રૂપિયાની છેંતરપીંડી કરનાર વડોદરા સ્થિત DPIL કંપનીના પ્રમૉટર ભટ્ટનાગર બંધુ - સુમિત અને અમિત ભટ્ટનાગરે હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા હાઈકોર્ટમાં કરેલી રિટને જસ્ટીસ સોનિયા ગોકાણીએ આશિંક માન્ય રાખતા બંને આરોપીઓને 2.5 કરોડ રૂપિયાના પર્સનલ બોન્ડ પર 4 મહિના વચ્ચગાળા જમીન મંજુર કર્યા છે. હાઈકોર્ટે નોંધ્યું કે કેસની તપાસમાં હજી વધુ તથ્યો બહાર આવી શકે છે ત્યારે રેગ્યુલર જામીન આપી શકાય નહિ.

અરજદારના વકીલે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ કેસની તપાસમાં હજી એક વર્ષ જેટલો સમય લાગી શકે જેથી આરોપીઓને કસ્ટડીમાંથી મુક્ત કરી તેમના જામીન મંજુર કરવામાં આવે. અગાઉ હાઈકોર્ટ દ્વારા બંને આરોપીઓના 3 મહિનાના વચ્ચગાળા જામીન મંજુર કરવામાં આવ્યા હતા અને આ સમયગાળા દરમ્યાન આરોપીઓ તરફે કોઈપણ દુર-વ્યવહાર કે શરતોનો ભંગ કર્યો નથી.

આ મુદે સીબીઆઈ તરફે દાખલ કરવામાં આવેલા સોંગદનામામાં દલીલ કરી હતી કે, વર્ષ 2007થી 2018 સુધીમાં આરોપીઓની કંપની દ્વારા વિવિધ ફંડ મેળવ્યા છે જેની તપાસ હાલ બાકી છે. આ કેસની તપાસ બાકી છે ત્યારે આરોપીઓના જામીન મંજુર કરવામાં આવે તો પુરાવવા સાથે ચેંડા કરી શકે અથવા સાક્ષીઓને પણ પ્રભાવિત કરી શકે છે. આ કૌભાંડમાં સંડોવાયેલા બૅન્ક કર્મચારીઓ અને અન્ય લોકોને શોધવા મુશ્કેલ થઈ જશે.

ગત વર્ષ માર્ચ 2018માં વડોદરાની ડાયમંડ ગ્રુપ ઓફ કંપનીના રૂ.2654 કરોડના લોન કૌભાંડમાં કંપનીના ચેરમેન- એમ.ડી. ભટનાગર સામેનો આ કેસ છે. જેમાં આ બંધુઓએ બેન્કો સાથે 2654 કરોડ રૂપિયાના છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. સીબીઆઈએ ભટ્ટનાગર બંધુઓ વિરૂધ 11 બૅન્ક જોડે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરી હતી.
First published: October 4, 2019, 9:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading