અમદાવાદ : વિદ્યાર્થીઓ માટે વર્ષ 2014થી ખોરંભે પડેલી વીમા યોજના ફરી શરૂ કરવાની માંગ


Updated: August 8, 2020, 11:30 PM IST
અમદાવાદ : વિદ્યાર્થીઓ માટે વર્ષ 2014થી ખોરંભે પડેલી વીમા યોજના ફરી શરૂ કરવાની માંગ
NSUIના મહામંત્રી ભાવિક સોલંકી

  • Share this:
અમદાવાદ: શિક્ષણ તંત્ર દ્વારા કોઈપણ યોજના શરૂ તો કરી દેવાય છે પણ પછી એ યોજના આગળ વધી કે નહીં તેનો ફાયદો યોગ્ય લોકો સુધી પહોંચી રહ્યો છે કે નહીં તે કોઈ જોતું નથી. આવી જ એક વીમા સુરક્ષા યોજના વર્ષ 2014માં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી હતી. પણ પછી એ યોજનાનું શુ થયું તેનો કોઈ અતોપતો જ નથી. ત્યારે આ ખોરંભે પડેલી વીમા યોજના ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ NSUI દ્વારા કરવામાં આવી છે.

વર્ષ 2014 માં વિદ્યાર્થીઓના લાભ માટે રાજ્ય સરકાર દ્વારા શહીદ વીર કિનારીવાલા સુરક્ષા જૂથ વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. જે અંગે રાજ્યના સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતુ કે આ વીમા યોજના રાજ્યની યુનિવર્સિટીઓ, કોલેજો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે. વિદ્યાર્થીઓને અકસ્માતે મૃત્યુ, અવયવોની ક્ષતિ તેમજ જોખમો કે જેનાથી વિદ્યાર્થી સ્થાયી રીતે અશક્તતા અનુભવતા હોય તેવા બનાવોમાં વિદ્યાર્થીના કુટુંબીજનોને વીમાનું રક્ષણ મળે તે હેતુથી આ યોજના દાખલ કરાઈ હતી.

આ પણ વાંચોકેન્દ્રએ રાજ્યોને આપી સલાહ, તમામ શાકભાજી વેચનાર અને ફેરિયાઓનો કરો Corona ટેસ્ટ

આ યોજનાનો વધુને વધુ વિદ્યાર્થીઓ ને લાભ મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું હતું. જે માટે સંલગ્ન યુનિવર્સિટીએ આ પરિપત્રની બહોળી પ્રસિદ્ધિ કરવાની પણ જાણ કરાઈ હતી. આ યોજનાનો લાભ મળવા પાત્ર છે કે નહીં તે જોવાની જવાબદારી નોડલ અધિકારીને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય નિયમો પણ ઘડવામાં આવ્યા હતા. જોકે NSUIના મહામંત્રી ભાવિક સોલંકીએ આક્ષેપ કરયો છે કે, 2014માં બનેલી આ યોજની જાણ કોઈ વિધાર્થીઓને નથી. વિદ્યાર્થી દીઠ 77 રૂપિયા વીમા પ્રીમિયમ ભરવામાં આવતું હતું અને તેની સામે 1 લાખ રૂપિયા વળતર આપવાની વાત હતી. જોકે આ યોજના માત્ર કાગળ પર જ રહી છે.

યુનિવર્સિટીઓ કે કોલેજો પણ વિદ્યાર્થીઓ ને આ યોજનાની જાણ કરતા નથી. અત્યાર સુધીમાં કોઈ વિદ્યાર્થીઓ ને આ યોજનાનો લાભ મળ્યો છે કે કેમ અને કેટલા વિદ્યાર્થીઓ ને લાભ મળ્યો છે તેની સ્પષ્ટતા શિક્ષણ વિભાગ કરે તેવી પણ રજુઆત કરાઈ છે. તો હાલ કોરોનાની મહામારી દરમિયાન યુનિવર્સિટી પરીક્ષા નું આયોજન કરે છે ત્યારે વિદ્યાર્થીઓ માટે આ યોજના ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ છે. હાલ રાજ્યમાં 11 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણનો લાભ લઇ રહ્યા છે. અને કોરોના કાળમાં વિદ્યાર્થીઓ ને આ યોજનાનો લાભ કેવીરીતે મળે તેનું આયોજન કરવાની માંગ છે. જો આ યોજનાનો અમલ નહિ કરવામાં આવે તો NSUI ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.
Published by: kiran mehta
First published: August 8, 2020, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading