ઘોરકળિયુગ! આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી


Updated: September 20, 2020, 7:27 AM IST
ઘોરકળિયુગ! આર્થિક મદદના બદલે પુત્રના મિત્રએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદનો શર્મશાર કરતો કિસ્સો, બીમાર પતિની સારવાર માટે મહિલાને આર્થિક મદદની જરૂર હતી ત્યારે દીકરા સમાન પુત્રના મિત્રએ કર્યુ ન કરવાનું કામ

  • Share this:
અમદાવાદ  કહેવાય છે કે મજબૂરી માણસ ને કઈ પણ કરાવતા અટકાવી શકતી નથી. પરંતુ કેટલાક નરાધમો મજબૂરી નો લાભ ઉઠાવવા માં શરમ નેવે મૂકી દેતા હોય છે. આવો જ એક બનાવ શહેર ના વેજલપુર (Ahmedabad vejalpur) વિસ્તાર માં જોવા મળ્યો છે. પતિ ની સારવાર કરાવવા માટે મદદ એ આવનાર પુત્ર ના મિત્ર એ મહિલા (Friend of son demanded physical realtion) સાથે બીભત્સ માંગ કરી.  વેજલપુર વિસ્તાર માં રહેતી મહિલા એ ફરિયાદ નોંધાવી છે કે તે તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. છેલ્લા બે ત્રણ દિવસ થી તેના પતિ ની તબિયત ખરાબ થતાં સારવાર કરાવવા માટે તેણે સગા સબંધી અને મિત્ર વર્તુળમાં આર્થિક મદદ માંગી હતી.

જો કે કોઈ એ મહિલા ને મદદ કરી ના હતી. જ્યારે મહિલા એ તેના પુત્ર ના મિત્ર ને ફોન કરી તેના પતિ ની સારવાર કરવવા માટે આર્થિક મદદ માંગી હતી. 18 મી સપ્ટે. એ આરોપી મહિલા ના ઘરે આવ્યો હતો. અને 300 રૂપિયા આપ્યા હતા. જો કે મહિલા એ પતિ ની સારવાર કરવવા માટે 10 થી 15 હજાર ની જરૂર હોવાનુ જણાવતા આરોપી એ તેના પિતાને આ બાબત ની જાણ કરી પૈસા અપાવવા માટે કહ્યું હતું. બાદ માં આ નરાધમ ને મહિલાની જાંઘ પર હાથ ફેરવવા લાગેલ અને કહેલ કે તમે રડશો નહિ હું તમારી સાથે છું તેમ કહી તે ત્યાંથી જતો રહ્યો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ : ફોરેક્સના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ માંગ્યા, આરોપી યુવક-યુવતી ઝડપાયા

બીજે દિવસે મહિલા એ આરોપી ને ફોન કરતા આરોપી એ રૂબરૂ મળવાની વાત કરી હતી. અને કહ્યું હતું કે હું તમને રૂપિયા આપુ તો બદલા માં તમે મને શું આપશો. મહિલા એ વ્યાજ આપવાની વાત કરતા નરાધમની મનમાં રહેલ વાસના નો ઉ ભરો બહાર આવ્યો હતો અને તેણે મહિલા સાથે શારીરિક સબંધ બાંધવાની માંગ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : પિતરાઈ બહેન-બનેવી અને Viral બીભત્સ તસવીરોનો કિસ્સો, પરિણીતાએ નોંધાવી ફરિયાદ

જો કે મહિલા એ ઇનકાર કરતા નરાધમે ધમકી આપી હતી કે જો આ વાત તે કોઈ ને કહેશે તો તેનો દીકરો રાત્રિ ના સમયે બહાર ફરતો હોય છે જેને તે જોઈ લેશે. મહિલા આ બાબત ની જાણ તેના પતિ અને દીકરા ને કરતા પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલ માં પોલીસ  (Police complain)એ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by: Jay Mishra
First published: September 20, 2020, 7:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading