અમદાવાદના ખાનગી તબીબોને પ્રેરણા આપતા ડૉકટર સોનારા, કોરોનામાં કરી રહ્યા છે સેવા


Updated: May 25, 2020, 5:02 PM IST
અમદાવાદના ખાનગી તબીબોને પ્રેરણા આપતા ડૉકટર સોનારા, કોરોનામાં કરી રહ્યા છે સેવા
અમદાવાદના ખાનગી તબીબોને પ્રેરણા આપતા ડૉકટર સોનારા, કોરોનામાં કરી રહ્યા છે સેવા

પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ડોકટર કાંતિભાઈ સોનારા 30 રૂપિયા જેટલી ખૂબ જ નજીવી કન્સલ્ટિંગ ફીસ સાથે પોતાના વિસ્તારના દર્દીઓને સેવા આપી રહ્યા છે

  • Share this:
અમદાવાદ : વૈશ્વિક મહામારી કોરોના એ અમદાવાદ શહેરને બાનમાં લીધું છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે. હવે જ્યારે અમદાવાદ શહેરમાં સરકારી દવાખાનાઓ ફૂલ થવા મળ્યા ત્યારે લોકડાઉન 4 માં અમદાવાદ શહેરના તમામ પ્રાઇવેટ નર્સીગ હોમ્સ અને દવાખાનાઓને ખોલવા સરકારે આદેશ કરવો પડ્યો છે. તેમ છતાં અમદાવાદ ના અનેક વિસ્તારમાં કોરોના મહામારીના ડરના કારણે મોટા ભાગના ખાનગી તબીબોએ પોતાના દવાખાના ચાલુ નથી કર્યા ત્યારે અમદાવાદના મેમકો વિસ્તારમાં જલકમલ પાર્ક સોસાયટીમાં આવેલ ડોકટર સોનારા ક્લિનિક દ્વારા અનોખો સેવાનો યજ્ઞ ચાલુ કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસની મહામારીના ભયથી જ્યારે બધા નાના-મોટા દવાખાના, ખાનગી હોસ્પીટલો, સરકારી હોસ્પિટલો પણ અન્ય બિમારીની સારવાર આપવામાં અસમર્થ બની ગઈ છે ત્યારે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ડોકટર કાંતિભાઈ સોનારા 30 રૂપિયા જેટલી ખૂબ જ નજીવી કન્સલ્ટિંગ ફીસ સાથે પોતાના વિસ્તારના દર્દીઓને સેવા આપી રહ્યા છે.

આ પણ વાંચો - ગાંધીનગર : પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ માટે ઉનાળાની ગરમીને લઈ કરાઈ આવી વિશેષ વ્યવસ્થા

ડોકટર સોનારાના દવાખાનામાં રોજ 200થી 300 દર્દીઓની સારવાર કરવામાં આવે છે.


ડોકટર સોનારાના દવાખાનામાં રોજ 200થી 300 દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ડોક્ટર સોનારા પોતાની આ સેવાને એક નૈતિક જવાબદારી માને છે. કોરોનાના કપરા કાળમાં પણ પોતાના જીવનની પરવા કર્યા વગર સેવા આપતા ડોકટર સોનારાનું મેમકો વિસ્તારના લોકો દ્વારા જાહેરમાં પુષ્પ વર્ષા કરી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
First published: May 25, 2020, 5:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading