Home /News /madhya-gujarat /Students Innovation: વિદ્યાર્થીઓનું ઇનોવેશન, અકસ્માત સમયમાં મેડિકલ ઇમરજન્સીમાં થશે મદદરૂપ
Students Innovation: વિદ્યાર્થીઓનું ઇનોવેશન, અકસ્માત સમયમાં મેડિકલ ઇમરજન્સીમાં થશે મદદરૂપ
વિદ્યાર્થીઓનું ઇનોવેશન
Ahmedabad News: એક અદભુત સિસ્ટમ ગવર્મેન્ટ પોલીટેકનીકના (Government Polytechnic)વિધાર્થીઓએ તૈયાર કરી છે. જે અકસ્માતની ઘટનામાં તમારા માટે દેવદૂત સમાન બની શકે છે.
અમદાવાદ: જ્યારે પણ કોઈ અકસ્માત (Accident) થાય તે સમયે જે કોઈપણ ઘાયલ વ્યક્તિને ઝડપથી મેડિકલ (mediacal) સારવાર મળી રહે તો તે સમય ઘાયલ વ્યક્તિ માટે ગોલ્ડન પિરિયડ કહેવાય છે. જેનાથી તેનો જીવ બચી શકે છે. આવી જ એક અદભુત સિસ્ટમ ગવર્મેન્ટ પોલીટેકનીકના (Government Polytechnic)વિધાર્થીઓએ તૈયાર કરી છે. જે અકસ્માતની ઘટનામાં તમારા માટે દેવદૂત સમાન બની શકે છે. શું છે આ એક્સીડેન્ટ ડિટેક્શન અને એલરટિંગ સિસ્ટમ (Accident detection and alerting system) અને કેવીરીતે વર્ક કરે છે એ સિસ્ટમ તે જાણવું જરૂરી છે. એક અંદાજ પ્રમાણે રાજ્યમાં દર વર્ષે 8 હજાર વ્યક્તિઓના મોત અકસ્માતના કારણે થાય છે.
હાલ ટેકનોલોજીના યુગમાં કોઈપણ વ્યક્તિ પોતાના મોબાઈલને અલગ અલગ રીતે લોક કરીને રાખતા હોય છે. પરંતુ જ્યારે કોઈ અકસ્માત જેવી ઇમરજન્સી ઘટના બને ત્યારે એ મોબાઈલ લોક હોવાના કારણે કામ નથી આવી શકતો. પરંતુ તેવા સમયે જો આપની ફોર વહીલર કે ટુ વહીલરમાં આ સિસ્ટમ લાગી હશે તો તે ઇમરજન્સી સમયે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
અમદાવાદ ગવર્મેન્ટ પોલીટેકનીકના ઇસી ઈલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના કેરોલિન કે શાહ અને કમલેશ થુમ્મર ના માર્ગદર્શન હેઠળ પટેલ શાન, કાછિયા મિહિર, સાંગાણી જૈનિશ, વઘાસીયા રાજએ એક સેન્સર બેઝડ સિસ્ટમ તૈયાર કરી છે. વિદ્યાર્થીઓ જણાવે છે કે આ પ્રોજેક્ટનો મુખ્ય આશય કોઈપણ સ્થળે અકસ્માત સ્થળ શોધવાનો અને જીપીએસ અને જીએસએમ નેટવર્ક દ્વારા એમ્બ્યુલન્સને તેની જાણ કરે છે.
સિસ્ટમમાં GPS આધારિત વાહન અકસ્માત ઓળખ મોડ્યુલમાં GSM મોડ્યુલ હોય છે અને માઇક્રોકન્ટ્રોલર O Global System for Mobiles (GSM) ટેક્નોલોજી સાથે જોડાયેલ GSM મોડેમનો ઉપયોગ સેલ્યુલર કનેક્શન સ્થાપિત કરવા માટે થાય છે. GPSનો ઉપયોગ વાહનની સ્થિતિને ટ્રેસ કરવા માટે થાય છે. આ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાતા વાઇબ્રેશન સેન્સર મોડ્યુલનો ઉપયોગ રેખીય વેગ, વિસ્થાપન અથવા પ્રવેગકમાં ફેરફાર શોધવા માટે થાય છે.
જીપીએસ મોડ્યુલ ચોક્કસ સ્થાન (રેખાંશ અને અક્ષાંશ) શોધી કાઢે છે અને જીએસએમ મોડ્યુલનો ઉપયોગ સોફ્ટવેર કોડમાં અસાઇન કરેલ મોબાઇલ નંબર પર તમામ માહિતી મોકલવા માટે થાય છે. વધુ વસ્તીવાળા દેશોમાં, દરરોજ અકસ્માતોની ઘટના બને છે. અપૂરતી સુવિધાઓને કારણે લોકો પોતાનો જીવ ગુમાવે છે. જો યોગ્ય સમયે તબીબી સુવિધા પૂરી પાડવામાં આવે તો આ જીવ બચાવી શકાયા હોત.
આ પ્રોજેકટ એવી સિસ્ટમને સૂચિત કરે છે જે આ ખામીનો ઉકેલ છે, જ્યારે કોઈ વાહન તરત જ અકસ્માતનો સામનો કરે છે, ત્યારે એક્સીલેરોમીટર મોડ્યુલ સિગ્નલ શોધી કાઢે છે, અને તે C પ્રોગ્રામિંગ ભાષા દ્વારા પ્રોગ્રામ કરેલ છે. પોલીસ સ્ટેશન અથવા બચાવ ટીમને સ્થાન સહિત GSM મોડ્યુલ દ્વારા ચેતવણી સંદેશ મોકલે છે. જેથી પોલીસ માહિતી મળ્યા બાદ તરત જ જીપીએસ મોડેમ દ્વારા લોકેશન ટ્રેસ કરી શકે છે. LCD નો ઉપયોગ GPS મોડ્યુલમાંથી લોકેશન મેસેજ પ્રદર્શિત કરવા માટે થાય છે.