Home /News /madhya-gujarat /

રાજ્યમાં બાળકોના અપહરણ કેસોમાં સતત વધારો, હવસખોરોના ટાર્ગેટ પર છે માસુમ બાળકો

રાજ્યમાં બાળકોના અપહરણ કેસોમાં સતત વધારો, હવસખોરોના ટાર્ગેટ પર છે માસુમ બાળકો

બાળકોના અપહરણ અને દુષ્કર્મમાં ચિંતાજનક વધારો

બાળકીના અપહરણ કરી બંને બાળકી પર દુષ્કર્મ (Rape) આચર્યા બાદ એક માસુમ બાળકીની હત્યા (Murder) કરનાર હવસખોર (Havaskhor) શખ્સને ગાંધીનગર જીલ્લા પોલીસે (Police) શોધી કાઢી ધરપકડ કરી પુછપરછ કરતાં રૂવાટાં ઉભા થઈ જાય તેવા જધન્ય ક્રુત્યની સનસનીખેજ બાબતો બહાર આવી હતી.

વધુ જુઓ ...
    અમદાવાદ:  દિવસે ને દિવસે બાળકોની (Children) અપહરણના (Kidnapping) કેસો (Cases) વધી રહ્યા છે ત્યારે થોડા સમય પહેલાં બે માસુમ બાળકીના અપહરણ કરી બંને બાળકી પર દુષ્કર્મ (Rape) આચર્યા બાદ એક માસુમ બાળકીની હત્યા (Murder) કરનાર હવસખોર (Havaskhor) શખ્સને ગાંધીનગર જીલ્લા પોલીસે (Police) શોધી કાઢી ધરપકડ કરી પુછપરછ કરતાં રૂવાટાં ઉભા થઈ જાય તેવા જધન્ય ક્રુત્યની સનસનીખેજ બાબતો બહાર આવી હતી.

    ઉપરાંત સુરતમાં પણ માસુમ બાળકી પર દુષ્કર્મ (Rape) આચરી ક્રુર ઘાતકી હત્યા કરનાર શખ્સને પણ પોલીસે શોધી કાઢ્યો હતો. સેલ્યુટ ટુ રેન્જ પોલીસ અધિકારી (Officers) અને તેમની ટીમને જેમણે ઘટનાની ગંભીરતા દાખવીને અત્યંત ગુપ્તતાપુર્વક ઓપરેશન પાર પાડીને હવસખોર હત્યારાઓની ધરપકડ (Arrest) કરી વધુ તપાસ હાથ ધરી છે.

    ધરતીને હવસખોરો કલંકિત કરી રહ્યા છે

    ચોંકાવનારી બાબત એ હતી કે હવસખોર હત્યારાએ માસુમ બાળકી (Baby Girl) પર દુષ્કર્મ આચર્યા બાદ ગરબામાં પહોચી ગરબા (Garba) પણ ગાયા હોવાનું બહાર આવ્યું હતું. જો પોલીસ હવસખોર હત્યારા સુધી ન પહોંચી હોય તો કદાચ અન્ય માસુમ બાળકીઓ પણ શિકાર (Hunting) બની હોત. જે ધરતી પર મા મહાકાલી માતાજી, ચામુંડા માતાજી, આધ્યશક્તિ જગદંબાના શક્તિપીઠ-તીર્થસ્થાન આવેલા છે, તે ધરતીને હવસખોરો (Havaskhoro) કલંકિત કરી રહ્યા છે.

    આ પણ વાંચો: રાજકોટ : બોર્ડની પરીક્ષા આપી રહેલી દીકરીએ પેટ્રોલ છાંટીં કર્યું અગ્નિસ્નાન

    બાળકોના અપહરણ અને દુષ્કર્મમાં ચિંતાજનક વધારો

    છેલ્લા કેટલાક સમયથી માસુમ બાળકોના અપહરણ કરી દુષ્કર્મ આચરવાના તથા ક્રુરઘાતકી હત્યા કરવાની કલંકિત ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. માસુમ બાળકો (Innocent Children) હવસખોરોના ટાર્ગેટ પર હોવાની પ્રતિતિ થઈ રહી છે. માસુમ બાળકોના વાલીઓ, માતા-પિતા, સગાસંબંધીઓ, પડોશીઓ સહિત દરેક લોકોએ માસુમ બાળકોની સુરક્ષા-સલામતી (Security & Safety) માટે સાવધાની અને સતર્કતા રાખવી જરૂરી છે.

    આ પણ વાંચો: હાઉસિંગના નામે થતાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો AMC ઓફિસ પર વિરોધ

    બાળકો નજર સામે જ રહે તેવું ધ્યાન રાખવું

    માસુમ બાળકોને ક્યાય એકલા રહેવા ન દો. બાળકો નજર સામે જ રહે તેવું ધ્યાન રાખવું જરૂરી છે. યાદ રાખો કે આપણી સતર્કતા અને સાવધાની બાળકોના જીવનને સલામતી (Safety) અને સુરક્ષા (Security) પુરી પાડશે. બાળકોની સલામતી-સુરક્ષાની જવાબદારી આપણા સહુની છે. ભલે તે બાળક કોઈનું પણ હોય. બાળકોની (Children) સલામતી અને સુરક્ષા પ્રત્યે સહેજપણ બેદરકારી કે લાપરવાહી ન રાખો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedaabad News, અપહરણ, અમદાવાદ ન્યૂઝ, બાળકો

    આગામી સમાચાર