અખિલેશે નામ લીધા વિના અમરસિંહ સામે સાધ્યું નિશાન, કહ્યું-બહારના લોકો કરાવી રહ્યા છે મહાભારત

Haresh Suthar | Pradesh18
Updated: September 14, 2016, 3:15 PM IST
અખિલેશે નામ લીધા વિના અમરસિંહ સામે સાધ્યું નિશાન, કહ્યું-બહારના લોકો કરાવી રહ્યા છે મહાભારત
#ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીની સરકારમાં ઉભા થયેલા મહાભારત અંગે છેવટે અખિલેશે મૌન તોડતાં અમરસિંહ સામે નિશાન તાક્યું છે. નામ લીધા વિના પ્રહાર કરતાં અખિલેશે કહ્યું કે, કેટલાક બહારના લોકો મહાભારત કરાવી રહ્યા છે.

#ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીની સરકારમાં ઉભા થયેલા મહાભારત અંગે છેવટે અખિલેશે મૌન તોડતાં અમરસિંહ સામે નિશાન તાક્યું છે. નામ લીધા વિના પ્રહાર કરતાં અખિલેશે કહ્યું કે, કેટલાક બહારના લોકો મહાભારત કરાવી રહ્યા છે.

  • Pradesh18
  • Last Updated: September 14, 2016, 3:15 PM IST
  • Share this:
ઉત્તરપ્રદેશ #ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીની સરકારમાં ઉભા થયેલા મહાભારત અંગે છેવટે અખિલેશે મૌન તોડતાં અમરસિંહ સામે નિશાન તાક્યું છે. નામ લીધા વિના પ્રહાર કરતાં અખિલેશે કહ્યું કે, કેટલાક બહારના લોકો મહાભારત કરાવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશમાં કાકા-ભત્રીજો આમનેસામને, સરકારમાં ટેન્શન, જાણવા ક્લિક કરો

સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે મુખ્યમંત્રી અખિલેશ યાદવે બુધવારે મૌન તોડતાં કહ્યું કે, આ ઝઘડો સરકારનો છે. પરિવારનો નહીં. મુખ્યમંત્રી અખિલેશ યાદવે અમરસિંહનું નામ લીધા વિના નિશાન સાધતાં કહ્યું કે, બહારના લોકો હસ્તક્ષેપ કરશે તો સરકાર અને પાર્ટી કેવી રીતે ચાલશે.

મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, આ સવાલ પરિવારના ઝઘડાનો નથી, આ સરકારના ઝઘડાનો મામલો છે.

મુખ્યમંત્રી અખિલેશ યાદવે મીડિયાને પુછ્યું કે, અખબારોમાં તો નથી વાંચ્યું પરંતુ ટીવી પર જોઇ રહ્યો છું. કહેવાય છે કે, મંત્રીને કેમ હટાવ્યા? ચીફ સેક્રેટરીને કેમ હટાવ્યા? શું હવે બહારના લોકો આ નિર્ણય કરશે કે કોને હટાવવા છે અને કોને રાખવા છે. જો બહારના લોકો હસ્તક્ષેપ કરશે તો પાર્ટી અને સરકાર કેવી રીતે ચાલશે.

જોકે મુખ્યમંત્રીએ એ બહારના વ્યક્તિનું નામ ન આપ્યું. પરંતુ ઇશારામાં કહી દીધું કે બહારના લોકો ઝઘડો કરાવી રહ્યા છે. મુખ્યમંત્રીનો ઇશારો હતો કે કેટલાક બહારના લોકો પરિવાર અને પાર્ટીના મોટા નેતાઓને ભડકાવી રહ્યા છે અને સરકાર પર દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. કહેવાઇ રહ્યું છે કે બહારના એ વ્યક્તિ અન્ય કોઇ નહીં પરંતુ અમરસિંહ છે.
First published: September 14, 2016, 3:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading