Home /News /madhya-gujarat /

દિવાળી તહેવારમાં રેલવે દોડાવશે વિશેષ ટ્રેન, ટિકિટ ભાડું પણ રહેશે વિશેષ!

દિવાળી તહેવારમાં રેલવે દોડાવશે વિશેષ ટ્રેન, ટિકિટ ભાડું પણ રહેશે વિશેષ!

પ્રતિકાત્મક તસવીર

કોરોનાની મહામારીમાં ભારે ભીડ ન થાય અને ટ્રેનમાં પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ મળી રહે તે માટે રેલવેની વિશેષ ટ્રેનનું ભાડું પણ વિશેષ રહેશે.

અમદાવાદ: દિવાળીના તહેવારને લઈ પ્રવાસીઓનો ધસારો વધી જતો હોય છે. જોકે, ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે ટ્રેન સેવા હજુ પૂર્વવ્રત નથી કરવામાં આવી. હવે તહેવારોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે તરફથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જોકે, આ વિશેષ ટ્રેનમાં પણ વેઇટિંગ લિસ્ટ લાંબુ થઈ રહ્યાનું જાણવા મળ્યું છે. જે બાદમાં રેલવે તરફથી ક્લૉન ટ્રેન ચલાવવામાં આવી રહી છે. ક્લૉન ટ્રેન એવી ટ્રેન હોય છે જે મૂળ ટ્રેનના નામથી જ દોડે છે અને ટ્રેન રવાના થયાના થોડા સમય પછી એ જ સ્ટેશન ખાતેથી રવાના થાય છે. આ ટ્રેનની ઝડપ વધારે હોવાથી બંને ટ્રેન ગંતવ્ય સ્થળ પર લગભગ એક સમાન સમયે જ પહોંચે છે. હાલત એવી છે કે ક્લોન ટ્રેન ચલાવવા છતાં ટ્રેન હાઉસફૂલ થઈ જાય છે. ગુજરાતમાંથી ઉત્તર ભારત તરફ પ્રવાસીઓનો ધસારો વધારે જોવા મળી રહ્યો છે.

કોરોનાની મહામારીમાં ભારે ભીડ ન થાય અને ટ્રેનમાં પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ મળી રહે તે માટે રેલવેની વિશેષ ટ્રેનનું ભાડું પણ વિશેષ રહેશે. દિવાળી તહેવારમાં સૌથી વધુ ઉત્તર ભારત તરફ જવા માટેની ભીડ વધુ હોય છે. આ માટે રેલવે દ્વારા ટ્રેનમાં વધતા વેઇટિંગ લિસ્ટ પર નજર રાખવામાં રહી છે. રેલવે તરફથી જે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે તેનું ભાડું ડાયનામિક રહેશે.

આ પણ વાંચો: દિલ્હીના યુગલે બળાત્કારના પ્રયાસ પર ઢાંકપીછોડો કરવા માટે સગીર ભત્રીજીની હત્યા કરી નાખી

અમદાવાદ રેલવે ડિવિઝન પીઆરઓ પ્રદીપ શર્માએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદથી ઉતર ભારત અને દક્ષિણ ભારત તરફની ટ્રેનોમાં વેઇટિંગ વધી રહ્યું છે. આથી રેલવે દ્વારા વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે. વધતા જતા વેઇટિંગ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સમાજના અગ્રણી ધારસિંહ ખાનપુરાનું કોરોનાથી નિધન

મહત્ત્વપૂર્ણ છે કે રેગ્યુલર ટ્રેન ચાલુ ન થઈ હોવાથી તહેવારોમાં વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. હવે જો તમે દિવાળી વેકેશનમાં ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો પહેલા ટિકિટ બુક કરવી દેજો. કારણ કે આ દિવસોમાં ફ્લાઇટના ભાડા આસમાને પહોંચી જાય હોય છે, અને રેલવેમાં પણ ટિકિટ મળતી નથી હોતી.

આ પણ જુઓ-

વેઇટિંગ લિસ્ટ

શહેર------સ્લીપર---- થર્ડ એસી--- સેકન્ડ એસી
પટના------ 350------ 168------ 68
વારાણસી----340------111------ 47
દિલ્હી--------304------120------38
હાવડા--------139----- 35------ 17
પુરી-----------79-------10------ 05
બેંગલુરૂ--------33------14------ 06
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Diwali 2020, આઇઆરસીટીસી, ટિકિટ, ભારતીય રેલવે

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन