ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આયુર્વેદિક તબીબોને આપવામાં આવેલ 58 સર્જરીનો વિરોધ કર્યો

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આયુર્વેદિક તબીબોને આપવામાં આવેલ 58 સર્જરીનો વિરોધ કર્યો
પ્રતિકાત્મક તસવીર

દેશમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે

  • Share this:
અમદાવાદ : સમગ્ર દેશમાં મેડિકલ પ્રેક્ટિસ કરતા જુદી જુદી પદ્ધતિના તબીબોને એક વ્યવસ્થામાં ગોઠવા કેન્દ્ર સરકારે આયુર્વેદિક-યુનાની પદ્ધતિ થી પ્રેકિટસ કરતા તબીબો પણ હવે હેલોપેથી પદ્ધતિથી 58 પ્રકારની સર્જરી કરી શકે તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે. પરંતુ આ નિર્ણયનો વિરોધ હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કરી રહ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આગામી 8 અને 11 ડિસેમ્બરના રોજ જરૂરી તબીબી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ કરી વિરોધ કરશે.

દેશમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરો હવે 58 પ્રકારની સર્જિકલ પ્રોસીજરમાં તાલિમ મેળવવાની સાથે પ્રેક્ટિસ પણ કરી શકશે. આયુર્વેદના ડૉક્ટરો હવે જનરલ અને ઑર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન અને ગળાની સર્જરી પણ કરી શકશે. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિને ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) નિયમ, 2016માં સુધારો કરીને આયુર્વેદના ડૉક્ટરોને 39 સામાન્ય સર્જરી અને આંખ, કાન, નાક અને ગળા સહિત 19 અન્ય સર્જરી કરવાની મંજૂરી આપી છે.આ પણ વાંચો - પોલીસ વિભાગમાં કોરોનાનો કહેર, ચાંદખેડામાં પીઆઈ સહિત 21 પોઝિટિવ

મોદી સરકારના આ નિર્ણય સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશેન (આઈએમએ) વિરોધ નોંધાવ્યો છે અને આયુર્વેદના ડૉક્ટરોની સર્જરીને આધુનિક સર્જરી એટલે કે એલોપથી ડૉક્ટરોની સર્જરીથી અલગ રાખવા કેન્દ્ર સરકારને સલાહ આપી છે. આટલા માટે જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો આગામી 8 અને 11 ડિસેમ્બરના રોજ જરૂરી તબીબી સેવા સિવાયની તમામ સેવા બંધ રાખી વિરોધ કરશે.

આયુષ મંત્રાલય હેઠળ કાયદાકીય સંસ્થા સીસીઆઈએમે જણાવ્યું હતું કે, આ નિયમને ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) અમેન્ડમેન્ટ રેગ્યુલેશન, 2020 કહેવાશે. આ નિયમ હેઠળ આયુર્વેદના શલ્ય અને શાકલ્યના પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટર્સને અભ્યાસ દરમિયાન પ્રેક્ટિકલી તાલીમ આપી શકાશે અને પીજીની ડિગ્રી પૂરી કર્યા પછી તેઓ સ્વતંત્ર રીતે 58 પ્રકારની સર્જરી કરી શકશે.
Published by:Ashish Goyal
First published:December 02, 2020, 19:58 pm

टॉप स्टोरीज